ભુજની જથ્થાબંધ માર્કેટમાં આવેલી દુકાનમાંથી તસ્કરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો
copy image

ભુજની જથ્થાબંધ માર્કેટમાં આવેલી દુકાનમાંથી 1.09 લાખના મરી-મસાલાની ચોરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, આ ચોરીના બનાવ અંગે પીયૂષગિરિ મદનગિરિ ગોસાઈ દ્વારા ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવેલ છે. ગત તા. 15-7-25થી 15-1-26 દરમિયાન ફરિયાદીની જથ્થાબંધ માર્કેટમાં આવેલી ચાચાજી ચા ભંડાર નામની દુકાનમાં કામ કરનાર આરોપી ઈશમે નજર ચૂકવી જુદી જુદી રીતે કુલ રૂા. 1,09,350ની કિંમતના મરી-મસાલાની તસ્કરી કરી હતી. પોલીસે આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.