આદિપુરમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સની કરાઈ ધરપકડ
copy image

આદિપુરમાંથી ગાંજાના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોનું કહેવું છે, પોલીસે આદિપુર શહેરના મહારાવ (મુંદ્રા) સર્કલ નજીક આવેલા એક ઝૂંપડામાં રેડ પાડી કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન હાજર મળી આવેલ શખ્સની તલાશી લેતા તેની પાસેથી પ્લાસ્ટિકની થેલી મળી આવેલ હતી. જેમાથી રૂા. 2,460નો 246.820 ગ્રામ ગાંજાનો જથ્થો પડ્યો હતો. પોલીસે આ ઈશમ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.