માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર લાઇસન્સની દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને પકડી પાડતી LCB પશ્ચિમ-કચ્છ, ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાશ્ચનરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ અસામાજીક પ્રવૃતી નાબુદ કરવા પરવાના વગરના ગેરકાયદેસર હથીયાર રાખતા ઈસમોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના આપેલ.

જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચીમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફના એ.એસ.આઇ. પંકજકુમાર કુશવાહ, અનિરુધ્ધસિંહ રાઠોડ, નિલેશભાઇ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેદ્રભાઇ રાવલ, નવીનકુમાર જોષી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઇ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં આધુનિક કીટ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. પંકજકુમાર કુશવાહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેદ્રભાઈ રાવલનાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ હતી કે, *રતીયા ફાટકથી ખારી નદી રોડ તરફથી એક ઇસમ બાવળોની ઝાડીમાં શંકાસ્પદ હાલતમાં હાજર છે અને તેની પ્રવૃતિ શંકાસ્પદ છે તે ઇસમે શરીરે કાળા કલરનું સ્વેટર પહેરેલ છે તેહી કમરે મરૂન કલરની પેન્ટ પહેરેલ છે.” જે મળેલ બાતમી આધારે ત્યાં જઇ તપાસ કરતાં મજકુર ઇસમ મળી આવેલ અને તેના પાસેથી એક દેશી હાથ બનાવટની બંદુક મળી આવેલ જે દેશી હાથ બનાવટની બંદુક પોતાની પાસે રાખવા અંગે કોઇ પાસ પરમીટ હોય તો રજુ કરવા જણાવતા આવી કોઇ પાસ પરમીટ મજકુર ઇસમ પાસે નહી હોવાનું જણાવેલ જેથી મજુકર ઇસમ ગેરકાયદેસર રીતે પરવાના વગર દેશી બંદૂક સાથે મળી આવેલ હોય તેના વિરૂધ્ધ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી),એ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ હેઠળ ફરીયાદ આપી ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબને સોપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

પ્રવીણ રવીલાલ ગાલા ઉ.વ-૨૯ રહે. આશાપુરાનગર, ઇકરા સ્કુલની બાજુમાં તા.ભુજ

કબ્જે કરેલ મુદામાલ

હાથ બનાવટની સીંગલ બેરલની દેશી બંદુક કિં.રૂ. ૧૦૦૦/-