સાડી રંગાટના કારખાનામાથી થયેલ ચોરીનો ભેદ ઉકેલી વણશોધાયેલ ગુનો શોધી કાઢી મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જીલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સુચના આપેલ હતી જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, રાજેંદ્રસિંહ રાઠોડ, જયદેવસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા વિક્રમસિંહ ગોહીલનાઓ મીલ્કત સબંધી ગુનાઓ શોધવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓને સયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, “સમીર તાલબ ગોકલ(શેખ) રહે.-મદીનાનગર-૨ ભુજ વાળો હાલે પોતના કબ્જના રહેણાંક મકાન પાસે હાજર છે, જેને શરીરે બ્લ્યુ કલરનો શર્ટ તથા બ્લુ કલરની પેન્ટ પહેરેલ છે અને તેની પાસે હાલે ચોરી કે છળકપટથી મેળવેલ બાંધણી સાડીઓ તથા દુપટ્ટાઓ પડેલ છે અને જે સગેવગે કરવાની પેરવીમાં છે.” જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા હકીકત વાળી જગ્યાએ બાતમી હકીકત મુજબનો ઇસ મળી આવેલ અને તેના મકાનમાં આવેલ બાથરૂમ પાસે અલગ અલગ બ્લુ કલરના મોટા ઝબલાઓ પડેલ હોય અને જે ઝબલાઓ ચેક કરતા બાંધણી સાડીઓ તથા દુપટ્ટાઓ પડેલ હોય જેથી સદર મુદ્દામાલ આધાર પુરાવા માંગતા પોતાની પાસે કોઇ આધાર-પુરાવા નહી હોવાનું જણાવેલ જેથી મજકુર ઇસમની યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા જણાવેલ કે ગઇ તા.૨૯/૦૧/૨૦૨૬ ના રાતીના આશરે સાડા ત્રણેક વાગ્યાના અરસામા હુ મારા કબ્જામાં રહેલ કાળા કલરની એક્ટીવા GJ-12-ER-1611 વાળીથી ભુજ મધ્યે ખાસરા ગ્રાઉન્ડ નજીક ફેમીલી મોલ પાસે આવેલ એક સાડી રંગાટના કારખાના પાસે ગયેલ અને તેની પાછળની બાજુ એક્ટીવા રાખી દીધેલ બાદ તે કારખાનામાં ગેરકાયદેસર રીતે પ્રવેશી અને ઉપરથી તેમા લાગેલ વીજ તારનો મેન કનેક્શન કાપી કારખાનામાથી ચોરી કરી લીધેલ અને બાદ તે એક્ટીવા ઉપર આ ઝબલાઓમાં બાંધણી તથા દુપટ્ટાઓ રાખી મારા ઘરે રાખી દિધેલ હોવાની હકીકત જણાવેલ જે અંગે ભુજ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ખરાઇ કરતાં નીચે મુજબનો ગુનો દાખલ થયેલ જેથી મજકુર ઇસમને BNSS ની કલમ ૧૦૬ મુજબ મુદ્દામાલ કબ્જે કરી તથા BNSS ની કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ભુજ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
- કબ્જે કરેલ મુદામાલ
- બાંધણી સાડી નંગ-૯૩ કિં.રૂ. ૨,૭૯,૦૦0
- સુપન્ન નંગ-૩૪ કિં.રૂ. ૬૮,૦૦૦
खेझ्टीचा ४नो २४७. नं. GJ-12-ER-1611 .3. 30,000
પકડાયેલ આરોપી
- સમીર તાલબ ગોકલ(શેખ) રહે.-મદીનાનગર-૨ ભુજ
- નીચે મુજબનો વણશોધાયેલ ગુનો શોધી કાઢેલ
- ભુજ સીટી એ ડીવીઝન પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૫/૨૦૨૬, ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબ