અજાણ્યાં વાહનની હડફેટે માધાપરના આધેડે જીવ ખોયો
copy image

અજાણ્યાં વાહનની હડફેટે માધાપરના ભરતભાઇ ખીમજીભાઇ ચાવડા નામના 58 વર્ષીય આધેડે જીવ ખોયો હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત રાત્રીના સમયે ચકાર-કોટડા રોડ વડવા હોથી-કાંયા સીમ વિસ્તારમાં લેર નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે હતભાગીને હડફેટે લેતા તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનામાં ગંભીર ઇજાઓના પગલે આ આધેડનું મોત થયું હતું. પોલીસે આ મામલે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.