ભુજમાં એપાર્ટમેન્ટ ઉપરથી પડી જતાં અજાણ્યો યુવાન ઘાયલ

copy image

copy image

ભુજમાં એપાર્ટમેન્ટ ઉપરથી યુવાન પડી જતાં તે ઘાયલ થયો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ભુજના ગેરવાળી વંડીથી વંડી ફળિયા ન્યૂ મિન્ટ રોડ બાજુના એક એપાર્ટમેન્ટ ઉપરથી પડી જતાં યુવાન સાથે આ ઘટના બની હતી. વધુમાં સૂત્રોનું કહેવું છે, એક અજાણ્યો યુવાન એપાર્ટમેન્ટ ઉપરથી પડતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. બનાવને પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં તેને પૂછતાછ કરવામાં આવતા કોઈ વિગતો હજુ સુધી સામે ન આવી હોવાનું જાણવા મળ્યું છે.