“ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર-પુરાવા વગરના એલ્યુમીનીયમના વાયરો સાથે છ ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પશ્ચિમ કચ્છ ભુજ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જીલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનિરુધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેદ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી, દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઇ ગઢવી, ભરતભાઇ ગઢવીનાઓ મિલ્કત સબંધી ગુનાઓ શોધવા માટે ભુજ શહેર તાલુકા વિસ્તારમાં આધુનીક ઇન્વેસ્ટીગેશન કીટ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ધર્મેદ્રભાઇ રાવાલ તથા શક્તિસિંહ ગઢવીનાઓને સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “કાસમ જખરા મોખા રહે.-નાના વરનોરા તા.ભુજ વાળો તેના મળતીયા સાથે મળી વરનોરા ગામ બાજુથી એક સફેદ કલરની લોડીંગ ગાડી જેના રજી નંબર GJ-39-T-8792 વાળીમાં એલ્યુમીનીયમના વાયરોના ગુચડા ભરી માધાપર તરફ જઇ રહ્યો છે અને તેમની પાસે રહેલ એલ્યુમીનીયમના જે વાયરો છે તે ચોરી કે છળકપટથી મેળવેલ છે અને તેઓ આ એલ્યુમીનીયમના વાયરો સગેવગે કરવા માટે જઇ રહ્યા છે.” જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા છ ઇસમો મળી આવેલ અને તેમના કબ્જાના વાહનના પાછળના ભાગે એલ્યુમીનીયમના વાયરોના ગુચડા ભરેલ હોઇ જે બાબતે મજકુર ઇસમો પાસે રહેલ વાયરો બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

મળી આવેલ મદામાલ

એલ્યુમીનીયમના વાયરો ૫૦૦ કિ.ગ્રા કિં.રૂ. ૭૫,૦૦૦/-

બોલેરો કેમ્પર રજી.નં. GJ-39-T-8792 કિં.રૂ.૫,૦૦,000/-

પકડાયેલ આરોપીઓ

  • કાસમ જખરા મોખા ઉ.વ.૪૩ રહે.નાના વરનોરા તા.ભુજ

ઇમરાન અલીમામદ કુંભાર ઉ.વ.૨૪ રહે-શેખ ટુમ્બો અંજાર કચ્છ

હમજા ઉમર અબડા ઉ.વ.૨૨ રહે.નાના વરનોરા તા.ભુજ

અબ્બાસ મામદ મોખા ઉ.વ.૨૨ રહે.નાના વરનોરા તા.ભુજ

હમજા જુસબ ગગડા ઉ.વ.૨૧ રહે. નાના વરનોરા તા.ભુજ

  • રિયાઝ અબ્બાસ મમણ ઉ.વ.૨૨ રહે.- નાના વરનોરા તા. ભુજ

++ ગુનાહીત ઇતિહાસ

કાસમ જખરા મોખા ઉ.વ.૪૩ રહે.નાના વરનોરા તા.ભુજ

ભુજ શહેર બી ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૪૫/૨૦૨૨, જુગારધારા ક.૧૨ મુજબ

  • ગઢશીશા પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૧૧/૨૦૨૨, આઇ.પી.સી. ક.૧૧૪, ૩૭૯ મુજબ
  • માધાપર પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૯૪/૨૦૨૩, જુગારધારા ક.૧૨ મુજબ

ઇમરાન અલીમામદ કુંભાર ઉ.વ.૨૪ રહે-શેખ ટુમ્બો અંજાર કચ્છ

  • દયાપર પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૦૬/૨૦૨૨, આઇ.પી.સી. ક.૧૧૪,૩૭૯ મુજબ

નારાયણ સરોવર પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૦૬/૨૦૧૭, આઇ.પી.સી. ક.૧૧૪,૩૭૯ મુજબ

  • પધ્ધર પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૯૮/૨૦૨૧, આઇ. પી. સી. ક.૩૮૦, ૪૫૪ તથા ૪૫૭ મુજબ
  • ગાંધીધામ એ ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં.૦૯૧૪/૨૦૨૩, જુગારધારા ક.૧૨ મુજબ

ગઢશીશા પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૫૯/૨૦૨૪, બી.એન.એસ. ક.૩૦૩(૨) તથા ૫૪ મુજબ

  • હમજા ઉમર અબડા ઉ.વ.૨૨ રહે.નાના વરનોરા તા.ભુજ
  • નલીયા પો.સ્ટે. ગુ.૨.નં.૦૦૮૫/૨૦૨૩, આઈ.પી.સી. ક.૧૧૪, ૩૭૯ મુજબ

કંડલા મરીન પો.સ્ટે. ગુ.ર.નં.૨૨૯૩/૨૦૨૨, આઇ.પી.સી. ક.૧૧૪,૩૭૯, ૪૨૭ મુજબ

ખાવડા પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૧૯/૨૦૨૪, બી.એન.એસ. ક.૩૦૩(૨) મુજબ

માનકુવા પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૭૧/૨૦૨૫, બી.એન.એસ. ક.૩૦૩(૨),૩૨૪(૪) મુજબ

  • અબ્બાસ મામદ મોખા ઉ.વ.૨૨ રહે.નાના વરનોરા તા.ભુજ

ખાવડા પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૭૭/૨૦૨૨, આઇ.પી.સી. ક.૩૭૯ તથા ૪૨૭ મુજબ

માધાપર પો.સ્ટે. ગુ.૨.નં.૦૪૧૨/૨૦૨૨, આઇ.પી.સી. ક.૧૧૪, ૩૭૯ મુજબ

  • અંજાર પો.સ્ટે. ગુ.ર.નં.૧૦૨૬/૨૦૨૪, બી.એન.એસ. ક.૩૦૩(૨) તથા ૫૪ મુજબ
  • નિરોણા પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૮૮/૨૦૨૪, બી.એન.એસ. ક.૩૦૩(૨) તથા ૬ર મુજબ
  • હમજા જુસબ ગગડા ઉ.વ.૨૧ રહે. નાના વરનોરા તા.ભુજ
  • માનકુવા પો.સ્ટે. ગુ.૨.નં.૦૫૭૧/૨૦૨૫, બી.એન.એસ. ક.૩૦૩(૨),૩૨૪(૪) મુજબ

રિયાઝ અબ્બાસ મમણ ઉ.વ.૨૨ રહે.- નાના વરનોરા તા.ભુજ

  • નિરોણા પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૨૬/૨૦૨૫, બી.એન.એસ. ક.૩૦૩(૨) તથા ૫૪ મુજબ

નિરોણા પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૮૮/૨૦૨૪, બી.એન.એસ. ક.૩૦૩ (૨) તથા ૬૨ મુજબ