ભુજમાં ન્યુ સ્ટેશન રોડની આડેધડ પાર્કિંગની સમસ્યાથી લોકો પરેશાન : છતાં પણ તંત્ર ઊંઘમાં
copy image

શું ભુજના ન્યુ સ્ટેશન રોડની સમસ્યાનો કોઈ જ હલ તંત્ર પાસે નથી!? ભુજના મૈન સ્ટેશન રોડ પર આડેધડ પાર્કિંગથી થતી ટ્રાફિક જામથી લોકોની સમસ્યાની જવાબદારી તંત્ર લેશે ખરું? બે ટ્રાફિક પોલીસ મૂકવાથી પણ આ સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે છતાં તંત્રની ઊંઘ નથી ઉડતી.
લોકોનો મંતવ્ય છે, કે ભુજમાં આડેધડ પાર્કિંગ થાય છે, પણ પાર્કિંગ પ્લોટો જો થઈ જાય તો ભુજની આ સમસ્યા દૂર થઈ જાય. ભુજમાં અંદાજિત 35 થી 36 પાર્કિંગ પ્લોટો છે પણ ખુલ્લા પાર્કિંગ પ્લોટો જોવા મળતા નથી. તો ક્યાં ક્યાં હશે પાર્કિંગ પ્લોટો. જો ભુજમાં ખુલ્લા પાર્કિંગ પ્લોટો થઈ જાય તો અનેક જગ્યાની ટ્રાફિક સમસ્યા દૂર થઈ શકે છે