અંજાર પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પુર્વ –કચ્છ,ગાંધીધામ

copy image

copy image

પૂર્વ કચ્છ પોલીસ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. ત્યારે ગાંધીધામ એલસીબીની ટીમ જ્યારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે અંજારના વરસામેડી સીમમાં અંબાજી સીટી સોસાયટી મ.નં. ૨૫૧ વિરેન્દ્રસિંહ તખુભા ઝાલા નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છુપાવી અને તેનું વેચાણ કરે છે. બાતમીના આધારે રહેણાંક મકાનમાં રેડ પાડતા ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૩૬ બોટલો મળી આવી હતી.જેની કિમત અંદાજે ૩૯,૬૦૦ રૂપિયા છે.આ દરમિયાન પોલીસે આરોપી વિરેન્દ્રસિંહ તખુભા ઝાલાની ધરપકડ કરી તેમજ આ ગુનામાં બીજા આરોપી રાજદિપસિંહ ભરતસિંહ ઝાલા હજાર ન મળી આવતા તેને ઝડપીથી પકડડવાની કામગીરી હાથ ધરાઇ છે. વધુમાં કબ્જે કરાયેલ મુદામાલ તેમજ આરપીને આગળની કાર્યવાહી અંતર્ગત અંજાર પોલીસ મથકમાં સોપાયા છે