મોરબીમાં 17 વર્ષીય એક સગીરાએ લગ્ન કરવાની જીદને કારણે ગળેફાંસો ખાઈ આપઘાત.

sus

copy image

copy image

મોરબીના ગામમાં 17 વર્ષીય એક સગીરાએ લગ્ન કરવાની જીદને કારણે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો . મળતી માહિતી અનુસાર માતાએ સગીરાની ઉંમર કાયદેસરની ન હોવાથી લગ્ન માટે ના પાડતા સગીરા એ પોતાના ઘરના પંખા સાથે ગળાફાંસો ખાઈ લેતા ઘટનાસ્થળે જ તેણીનું મૃત્યુ થયું હતું . મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતકના માતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરી હતી. ઘટનાની તપાસ અંગે સામે આવ્યું હતું કે, માતાએ તેને ઉંમર પૂરી થયા બાદ લગ્ન કરવા માટેની સલાહ આપતા તેણીએ નારાજ થઈ આ પગલું ભર્યું હોવાનું પોલીસ માની રહી છે. આ બનાવ અંગે ની આગળની કાર્યવાહી મોરબી પોલીસે હાથ ધરી છે.