ભુજ નગરપાલિકા દ્વારા શહેરની સુખાકારીમાં વધારો કરવા પાણી પુરવઠામાં ૦૫ કોમ્પેક્ટ મલ્ટીયુઝ વેહિકલ અને બે ટ્રેક્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું.

ભુજ શહેર દિવસે ને દિવસે સતત વિકસી રહ્યું છે ત્યારે હજુ સતત તેને વિકસાવવા અનેક પ્રોજેક્ટસ શરૂ કરવામાં આવ્યા છે જે અનુસંધાને આજરોજ ભુજ નગરપાલિકા દ્વારા શહેરની સુખાકારીમાં વધારો કરવા ભુજ નગરપાલિકાની પાણી પુરવઠા શાખામાં ૧૫મા નાણાપંચ (ટાઇડગ્રાન્ટ) ગ્રાન્ટ અંતર્ગત પાણી પુરવઠા શાખા દ્વારા મેઈન્ટેનન્સની કામગીરી માટે રૂ. ૩૫,૪૬,૭૫૦/- ના ૦૫ કોમ્પેક્ટ મલ્ટીયુઝ વેહિકલ (પીક અપ વેન) તેમજ રૂ. ૧૫,૧૧,૦૦૦/- ના બે ટ્રેક્ટરનું લોકાર્પણ ભુજ વિધાનસભાના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત કાર્યક્રમ મધ્યે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, ભુજ નગરપાલિકાના દંડક રાજેશભાઈ ગોર, ભુજ નગરપાલિકા વોટરસપ્લાય શાખાના ચેરમેન સંજયભાઈ ઠક્કર, રોડલાઈટ શાખાના ચેરમેન કશ્યપભાઈ ગોર, સેનિટેશન શાખાના ચેરમેન અનિલભાઈ છત્રાળા, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન મનીષાબેન સોલંકી, રૂલ્સ એન્ડ બાયલોઝ સમિતિના ચેરમેન ક્રિષ્નાબા જાડેજા, નગરસેવક મનુભા જાડેજા, અશોકભાઈ પટેલ, રસીલાબેન પંડ્યા, ભુજ શહેર ભાજપના મહામંત્રી જીગરભાઈ શાહ, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર, દિવ્યરાજસિંહ ઝાલા અને રચનાબેન શાહ, ભુજ નગરપાલકાના વોટરસપ્લાય શાખાના ઈન્જીનીયર વત્સલ (શિવમ) ગુંસાઈ તથા તમામ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.