RTO કચેરીની પરવાનગી વિના બિનઅધિકૃત રીતે ફેરફાર કરી આર્મી દ્વારા ઉપયોગમાં લેવાતા વાહન જેવી જીપ્સી રાખનાર ૦૨ ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી

ગઇ તા.૨૫/૦૧/૨૦૨૬ ના રોજ કોઠારા પો.સ્ટે. વિસ્તારમાં આવતાં મિંયાણી ગામના સીમ વિસ્તારમાં બે જુથો વચ્ચે મારામારીનો બનાવ બનેલ જે બનાવ અનુસંધાને સંબંધિત ઇજા પામનારાનાઓની ફરિયાદ અન્વયે કોઠારા પો.સ્ટે. (૧) એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૫૦૨૩૨૬૦૦૦૭/૨૦૨૬, બી.એન.એસ.ની કલમ ૧૦૯(૧), ૩૦૯(૪), ૧૧૭(ર) વિગેરે તથા (૨) એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૫૦૨૩૨૬૦૦૦૮/૨૦૨૬, બી.એન.એસ.ની કલમ ૩૧૦, ૧૧૫(૨), ૩૨૪(૫), વિગેરે મુજબના ક્રોસ ગુનાઓ તા.૨૬/૦૧/૨૦૨૬ ના રોજ દાખલ કરવામાં આવેલ. જેથી આ કામે સંડોવાયેલ આરોપીઓને પકડી અને તાત્કાલિક તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સુચના આપેલ. જે અન્વયે શ્રી બી.બી.ભગોરા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, નખત્રાણા વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., એસ.ઓ.જી. તથા કોઠારા પો.સ્ટે.ની વિવિધ ટીમો બનાવી આરોપીઓને શોધવા માટે પ્રયત્નશીલ હતા. જે અન્વયે એલ.સી.બી., એસ.ઓ.જી. તથા કોઠારા પો.સ્ટે.ની સંયુક્ત ટીમો દ્વારા આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ કોમ્બીંગનું આયોજન કરવામાં આવેલ.
સદર સ્પેશિયલ કોમ્બીંગ દરમ્યાન આરોપી હનિફ જાકબ બાવા પઢિયાર, રહે. નુંધાતડ તા. અબડસા, જી.કચ્છ- ભુજવાળાના રહેણાંક મકાને તપાસ દરમ્યાન ઇન્ડીયન આર્મી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વાહનોના આબેહુબ કલર અને ઢાંચા વાળી એક જીપ્સી
મોટર કાર રજીસ્ટ્રેશન નંબર GJ 12 FC 5249 વાળી ઉભેલ હોય જેથી આ જીપ્સી મોટર કારની આર.ટી.ઓ. કચેરી, ભુજ ખાતે ખરાઇ કરાવવામાં આવેલ. આવા કલરની જીપ્સી મોટર કાર ઇન્ડીયન આર્મી સિવાય કોઇ પોતાના કબ્જામાં રાખી શકતું ન હોય અને વાહનમાં જરૂરી ફેરફાર કરવા માટે આર.ટી.ઓ. કચેરીની પરવાનગી મેળવવી જરૂરી હોય પરંતુ સદર જીપ્સી મોટર કારમાં કરેલ ફેરફાર અંગે કોઇ પરવાનગી મેળવેલ ન હોવાનું રેકર્ડ પરથી જણાઇ આવેલ. જેથી, આ જીપ્સી મોટર કારના માલિક આરોપી નં. (૧) ભુટો ઓસમાણગની પડીયાર, રહે. નુંધાતડ, તા. અબડાસા જી. કચ્છ- ભુજ તથા સુંદર જીપ્સી મોટર કાર પોતાના કબ્ઝા-ભોગવટામાં રાખનાર આરોપી નં.(૨) હનિફ જાકબ બાવા પઢિયાર, રહે. નુંધાતડ, તા. અબડાસા જી. કચ્છ- ભુજ તથા તપાસમાં ખુલે તેઓની વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા, સેન્ટ્રલ મોટર વ્લિકલ રૂલ્સ તથા મોટર વ્હિકલ એક્ટની વિવિધ કલમો હેઠળ કોઠારાપો.સ્ટે.માં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.