ગાંધીધામમાં ચકચાર મચાવનાર હિટ એન્ડ રન અકસ્માતના આરોપીઓ સામે પૂર્વ કચ્છ પોલીસે તપાસ વધુ કડક બનાવી

રોટરી સર્કલ પાસે થયેલ ભયંકર અકસ્માત મામલે આજે પોલીસ દ્વારા ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાક્રમ અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી છે.
આ કાર્યવાહી દરમિયાન અકસ્માત કેવી રીતે બન્યો, વાહનની ગતિ કેટલી હતી તેમજ ઘટના બાદ આરોપીઓએ કઈ રીતે ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો તેની વિસ્તૃત તપાસ કરવામાં આવી. પોલીસ તપાસ મુજબ અકસ્માત સમયે કાર નીતિન ગોસ્વામી ચલાવી રહ્યો હતો જ્યારે તેની સાથે મનીષ ખેમચંદાણી, દીપક ધુલાણી અને તરુણ રીઝવાની કારમાં સવાર હતા. રિકન્સ્ટ્રક્શનના આધારે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ પુરાવા એકત્ર કરી આગળની કાયદેસર કાર્યવાહી ઝડપથી હાથ ધરવામાં આવશે. પૂર્વ કચ્છ પોલીસની આ કામગીરીથી મૃતકના પરિવાર અને સમાજમાં ન્યાયની આશા વધુ મજબૂત બની છે.