ગાંધીધામ ભચાઉ નજીક કોઈ અજાણ્યા વાહને હડફેટમાં લેતા 27 વર્ષીય યુવાનનું મોત

copy image

copy image

ગાંધીધામ ભચાઉ નજીક કોઈ અજાણ્યા વાહને હડફેટમાં લેતા 27 વર્ષીય રાજુરામ પન્નારામ ભીલ નામના યુવાને જીવ ઘુમાવ્યો હતો. મળતી વિગતો અનુસાર ભચાઉથી 3 કિ.મી. દૂર અણુશક્તિ કંપની સામે ધોરીમાર્ગ ઉપર આ અકસ્માત સજાર્યો હતો. રાજુરામ અને તેના પિતા પન્નારામ વરસાણાથી ટેન્કરમાં માલ ભરી હિમાચલ તરફ જવા નીકળ્યા હતા. તેઓ ચોપડવા પહોંચતાં રાજુને કોઈનો ફોન આવતાં તેણે ‘મારે રાજસ્થાન ઘરે જવું છે. હું બીજી ગાડી આવે છે તેમાં રાજસ્થાન જાઉં છું’ તેવું કહીને ભચાઉ ગુરુકુળ નજીક ઉતરી ગ્યો હતો. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહને તેને હડફેટમાં લેતાં તેનું ગંભીર ઈજાઓનાં પગલે મોત નીપજયું હતું. વધુમાં જાણવા મળ્યું છે કે બનાવની જાણ થતાં તેના પિતા હોસ્પિટલ ગયા બાદ તેમને હૃદયરોગનો હુમલો આવતાં તેમને સારવાર અર્થે અમદાવાદ લઈ જવાયા હતા. અકસ્માત કરી નાસી જવાના હિટ એન્ડ રનની આ ઘટનામાં ચન્નારામ શંકરારામ ભીલએ પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધાવ્યો હતો.