ભચાઉના આધોઇમાં ત્રણ પવનચક્કીમાંથી 70 હજારના વાયરની તસ્કરી

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ આધોઇમાં ત્રણ પવનચક્કીમાંથી 70 હજારના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે. આધોઇમાં સુઝલોન કંપનીની પવનચક્કીઓ લાગી રહી છે, જેમાં અમુકમાં વાયરિંગ વગેરેનું કામ થઈ રહ્યું છે. જુદી જુદી તારીખોએ ચોર ઈશમોએ આ પવનચક્કીમાંથી 70 હજારના વાયર પર હાથ સાફ કર્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.