અમરેલીના કણકોટમાં ભયજનક સ્થિતિ સર્જનાર હડકવા ગ્રસ્ત નીલગાયને વનવિભાગે ભારે જહેમત બાદ પાંજરે પૂરી

copy image

copy image

અમરેલી ખાતે આવેલ લીલિયા તાલુકાના કણકોટમાં ભયજનક સ્થિતિ સર્જનાર હડકવા ગ્રસ્ત નીલગાયને વનવિભાગે ભારે જહેમત બાદ પાંજરે પૂરી હતી. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, કણકોટ ગામમાં હડકવા ઉપડેલી એક નીલગાયે ભયજનક સ્થિતિ સર્જી હતી. ઉશ્કેરાયેલી હાલતમાં નીલગાયે ગામમાં ભારે દોડધામ મચાવી હતી. ઉપરાંત બે વ્યક્તિને ઘાયલ કરી દીધા હતા. ઘટનાની ગંભીરતા જોતા લીલિયા રેન્જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ભારે જહેમત અને સતર્કતા બાદ હડકવા ઉપડેલી નીલગાયને પાંજરે પૂરી હતી.