ફેસબુક પર ફેક આઇ.ડી. બનાવી સસ્તા સોનાની લાલચે લોકોને છેંતરવાના ઈરાદે કાવતરું રચનાર ઈશમની કરાઈ ધરપકડ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પો.હેડ કોન્સ. ધર્મેન્દ્રકુમાર રાવલ, નવીનકુમાર જોષી, શક્તિસિંહ ગઢવી તથા પો.કોન્સ. ભરત ગઢવી તથા જીવરાજ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન આશ્રમ ચોકડી પાસે પહોંચતા ભરત ગઢવી તથા જીવરાજ ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “આસીફ અબ્દુલ બજાણીયા રહે ગંધીનગરી ભુજ વાળો પોતાના કબ્જાની મહીન્દ્રા કંપનીની સ્કોરપીઓ એન ગાડી જેના રજી નંબર જીજે ૧૨ એફ.ઇ. ૫૬૮૪ વાળીમાં તેના મળતીયાઓ સાથે હાલે નાગોર પુલીયા નજીક હાજર છે અને તે તેના મળતીયા સાથે મળી સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ્સ (ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ તેમજ વોટસએપ) એપ્લીકેશનમાં ખોટા નામે ફેક આઈ.ડી.ઓ બનાવી તે આઈ.ડી.ઓમાં તથા ગૃપો બનાવી સસ્તામાં સોનાના બિસ્કીટ આપવા સબંધેના વિડીયાઓ લોકોને લલચાવવા માટે લોભામણા વીડીયો બનાવી તે વીડીયાઓ મારફતે તેઓ વિવિધ લોકો સાથે સંપર્ક સાધી લાભ મેળવવાના બહાને વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરે છે, તેના વિશ્વાસમાં આવેલ લોકો પાસેથી નાણાં પડાવી આર્થિક લાભ મેળવે છે તેમજ મેળવવાનો પ્રયાસ કરી રહેલ છે અને તેના કબ્જામાં તે મતલબેનો મુદ્દામાલ પડેલ છે.” જે આધારે વર્કઆઉટ કરી તપાસ કરતા ત્રણ ઇસમો (૧) આસીફ અબ્દુલ બજાણીયા ઉ.વ. ૩૩ રહે ગાંધીનગરી એર્પોર્ટ રોડ ભુજ તથા (૨) અફીદ અબ્દુલ રઝાક ચાકી ઉ.વ. ૨૫ રહે ખાટકી ફળીયુ ભુજ તથા (૩) અલીમામદ ઉર્ફે સાહીલ હનીફ કુરેશી ઉ.વ. ૨૨ રહે. જલારામ મંદીર પાછળ રવાણી ફળીયુ ભુજવાળા નાઓ મળી આવેલ અને તેઓની પાસેથી મળી આવેલ
મોબાઇલમાં “Naveen Patel” નામની ફેસબુક આઇ.ડી. ચાલુ હોય અને આ આઈ.ડી. માં સોનાના બિસ્કિટ સસ્તા ભાવે આપવાના ફોટો પોસ્ટ કરી છેતરપીડી કરવાના ઇરાદે શેર કરેલ જે બાબતે પુછતા મજકુર ઇસમએ જણાવેલ કે, અમો સામાવાળા લોકોને વિશ્વાસમાં લઇ છેતરપીડી કરવાના ઇરાદે ફેસબુકમાં બજાર ભાવ કરતા સસ્તુ સોનુ આપવાની લોભામણી જાહેરાતો વાળા ફોટોસ તથા વીડીઓ સોશ્યલ મીડિયા ઉપર મુકીને લોકો સાથે છેતરપીડી કરીને રૂપીયા પડાવતો હોવાની હકીકત જણાવેલ.
જેથી મજકુર ઇસમએ ખોટા ફેસબુક અકાઉન્ટ “Naveen Patel” નામની આઈ.ડી. પર લોકોને (પ્રજાજન) વિશ્વાસમાં લઇ બજાર ભાવ કરતા સસ્તુ સોનુ આપવાની લોભામણી જાહેરાતો વાળા ફોટોસ તથા વીડીઓ મુકી લોકો સાથે સંપર્ક કેળવીને લલચાવીને છેતરપીડી થી વિશ્વાસઘાત કરી રૂપીયા પડાવવાની કોશીષ કરી ગુનો કરેલ હોય જેથી તેના વિરૂધ્ધમાં ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.
૧૫૬/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૧૮(૪),૩૧૯(૨),૬૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી
- આસીફ અબ્દુલ બજાણીયા ઉ.વ. ૩૩ રહે ગાંધીનગરી એપોર્ટ રોડ ભુજ
- અફીદ અબ્દુલ રઝાક ચાકી ઉ.વ. ૨૫ રહે ખાટકી ફળીયુ ભુજ
અલીમામદ ઉર્ફે સાહીલ હનીફ કુરેશી ઉ.વ. ૨૨ રહે. જલારામ મંદીર પાછળ રવાણી ફળીયુ ભુજ
વોન્ટેડ આરોપી
નવાબ અબ્દુલ સતાર જત રહે ગાંધીનગરી ભુજ
કબ્જે કરેલ મુદ્દામાલ
- મોબાઇલ ફોન નંગ – ૦૪ કિં.રૂ. ૮૦,000/-
- મહીન્દ્રા કંપનીની સ્કોરપીઓ જેના રજી.નં. GJ 12 FE 5684 જેની કિ.રૂ. ૧૦,00,000/-
- પીળા કલરની ધાતુના સોના જેવા લાગતા બીસ્કીટ નંગ ૦૩ જેની કી.રૂ. ૦૦/-