સુરતના પલસાણામાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત : બે ઘાયલ

copy image

copy image

સુરત ખાતે આવેલ પલસાણામાં આજે સવારે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં બે મહિલાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા જ્યારે વધુ બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, પલસાણામાં નેશનલ હાઈવે 48 પર આ ઘટના બની હતી અહી અજાણ્યા વાહનચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભીષણ હતી કે, રિક્ષા ફંગોળાઈને ઊંધી વળી ગઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ આરોપી ઈશમ ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં અકસ્માતમાં બે મહિલાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા જ્યારે વધુ બે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે.