રાપર ગુરુકુળના ૨૫માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે “રજત જયંતિ લોગોનું ભવ્ય લોચિંગ; સાંસ્કૃતિક કૃતિઓથી વિદ્યાર્થીઓએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા

રાપર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાપીઠના ૨૪માં વાર્ષિકોત્સવની સંધ્યાએ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા આગામી વર્ષે આવી રહેલા ગુરુકુળના ૨૫ વર્ષ નિમિત્તે ’રજત જયંતિ લોગો’નું ઐતિહાસિક લોન્ચિંગ હતું.
સાંસ્કૃતિક કૃતિઓની રમઝટઃ રાત્રે ૭:૩૦ કલાકે શરૂ થયેલા આ કાર્યક્રમમાં દિકરીઓ અને દિકરાઓ દ્વારા અદભૂત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
દિકરીઓ દ્વારા: ‘યે તો સચ હૈ કી ભગવાન હૈ’, ‘ઘનન ઘનન ઘન મેઘા’, અને ‘ભારતીય નૃત્ય કલા’
જેવી કૃતિઓ રજૂ થઈ હતી.
દિકરાઓ દ્વારા: ‘રાપર ગુરુકુળ મારું’, ‘બમ બમ બોલે’, અને રાષ્ટ્રભક્તિ જગાવતો ‘આર્મી ડાન્સ’ તથા ‘તલવાર રાસ’ રજૂ કરવામાં આવ્યા હતા.
વિશેષ આકર્ષણઃ આજના સમયમાં મોબાઈલના દુષણ પર કટાક્ષ કરતો ‘માઈમ એક્ટ’ અને અંધશ્રદ્ધા વિરુદ્ધ જાગૃતિ લાવતું નાટક ખૂબ જ પ્રશંસનીય રહ્યા હતા. વિદ્યાર્થી આર્યન ઠક્કર અને કાર્તિક રાઠોડે પ્રેરક વક્તવ્યો આપ્યા હતા.
રજત જયંતિ લોગો લોન્ચ – એક દિવ્ય નજારોઃ ગુરુકુળ ૨૫માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે તેના
‘રજત જયંતિ લોગો’નું લોન્ચિંગ અત્યંત ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. જાણે સાક્ષાત અક્ષરધામથી સ્વામિનારાયણ ભગવાન લોગો લઈને પધાર્યા હોય તેવું દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. ૨૫ જેટલા મહાનુભાવોના વરદહસ્તે, ધજા-પતાકા, પુષ્પવૃષ્ટિ અને આતશબાજી સાથે આ લોગો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ગુરુકુળના ૪ નવાં સોપાનોની જાહેરાતઃ રાપર ગુરુકુલના સંચાલક ડો. અક્ષરમુની સ્વામી દ્વારા સંસ્થાના ઉજ્જવળ ભવિષ્ય અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને શિક્ષણ ક્ષેત્રે નીચે મુજબના ૪ મહત્વના નવા વિભાગો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી : ૧. ઇંગ્લિશ મીડિયમઃ નવા શૈક્ષણિક સત્રથી અંગ્રેજી માધ્યમની શાળાની શરૂઆત. ૨. દિકરીઓ માટે: માધ્યમિક ધોરણ ૯માં દિકરીઓ માટે ભણવાની વ્યવસ્થા. ૩. ટ્રાન્સપોર્ટેશન સુવિધાઃ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આવવા જવા માટે સ્કૂલ બસની વિશેષ સુવિધા. ૪. વૈદિક ગુરુકુળમ્: અંજાર તાલુકાના ચાંદરણી ગામે રાપર ગુરુકુલની શાખા શરૂ થશે જેમાં પ્રાચીન પરંપરા સાથે આધુનિક શિક્ષણનો સમન્વય.
આ પ્રસંગે ધારાસભ્ય ના પીએ વિનુભાઈ થાનકી, કેશુભા વાઘેલા, ડોલરરાય ગોર, વાડીલાલ સવલા, ડૉ. રમેશભાઈ દોશી સહિતના અગ્રણીઓ તથા રાજન મહારાજ પ્રેમજીભાઈ મીણાત, રત્નાભાઈ ચૌધરી, મોતીભાઈ ભરવાડ વગેરે ગુરુકુલના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનેક લોકોએ ઉપસ્થિત રહીને આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો અને આયોજનની ખૂબ પ્રશંસા કરી હતી.
અંતમાં સ.ગુ.પુ. સ્વામી બાલકૃષ્ણદાસજીએ આશીર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. અક્ષરમુનિ સ્વામી સાંભળ્યું હતું.રાપર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ૨૪મો વાર્ષિકોત્સવ ‘માતૃ-પિતૃ વંદના’ સાથે ઉજવાયો; ગુરુકુળ દ્વારા શિક્ષણ ક્ષેત્રે ૪ નવા સોપાનોની ઐતિહાસિક જાહેરાત

રાપર,

રાપર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાપીઠ ખાતે તા. ૧૪મી ફેબ્રુઆરીના રોજ ૨૪માં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવના પ્રથમ ચરણમાં સવારે ‘માતૃ-પિતૃ વંદના મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને સંસ્કારોનું સિંચન જોવા મળ્યું હતું.
અભિષેક અને અન્નકૂટ દર્શન: સવારે ૮:૩૦ કલાકે પ્રાર્થના મંદિરમાં સંતોના વરદહસ્તે પંચામૃતથી શ્રીઠાકોરજીનો અભિષેક થયો અને ૬૫ ભોગનો ભવ્ય અન્નકૂટ ગોઠવાયો હતો જેના દર્શનનો લાભભક્તોએ લીધો હતો.
માતૃ-પિતૃ વંદના અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઃ ગુરુકુળના વિશાળ મેદાનમાં યોજાયેલ સભામાં પુરાણી સ્વામી પ્રકાશદાસજીએ કથામૃતનું પાન કરાવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા ‘પૂજન કરલો માત-પિતા કા’ નૃત્ય રજૂ કરી વાતાવરણને ભાવુક બનાવી દીધું હતું. ત્યારબાદ ‘વડીલોનું મહત્વ’ સમજાવતું એક સુંદર રૂપક (નાટક) રજૂ કરવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત સૌની આંખો ભીની કરી દીધી હતી. ગુરુકુળમાં ભણતા ૬૧૪ બાળકોએ વિધિવત રીતે પોતાના માતપિતાનું પૂજન કર્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનું સન્માન અને વાલીઓના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા હતા.
ગુરુકુળના ૪ નવાં સોપાનોની જાહેરાતઃ રાપર ગુરુકુલના સંચાલક ડૉ. અક્ષરમુની સ્વામી દ્વારા સંસ્થાના ઉજ્જવળ ભવિષ્ય અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને શિક્ષણ ક્ષેત્રે નીચે મુજબના ૪ મહત્વના નવા વિભાગો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી : ૧. ઇંગ્લીશ મીડિયમઃ નવા શૈક્ષણિક સત્રથી અંગ્રેજી માધ્યમની શાળાની શરૂઆત. ૨. દિકરીઓ માટે: માધ્યમિક ધોરણ ૯માં દિકરીઓ માટે ભણવાની વ્યવસ્થા. ૩. ટ્રાન્સપોર્ટેશન સુવિધાઃ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આવવા જવા માટે સ્કૂલ બસની વિશેષ સુવિધા. ૪. વૈદિક ગુરુકુળમ્: અંજાર તાલુકાના ચાંદરણી ગામે રાપર ગુરુકુલની શાખા શરૂ થશે જેમાં પ્રાચીન પરંપરા સાથે આધુનિક શિક્ષણનો સમન્વય.
કાર્યક્રમના અંતે આચાર્ય રાવતસિંહ ગોહિલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને સ.ગુ.પુ. સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજીએ આશીર્વચન આપ્યા