‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’

રોજિંદા ઉપયોગમાં લેવાતા દેશી પીણાઓ ચરબી ઓછી કરવા માટે ફાયદાકારક છે. મેદસ્વિતા ઘટાડવા માટે સવારમાં દેશી અને આયુર્વેદિક પીણા પીવા જોઈએ. આ ઘરગથ્થુ પીણાઓ સારા પરિણામો આપે છે

વજન ઘટાડવા માટે ઉપયોગી પીણાઓની યાદી નીચે મુજબ છે:

ગ્રીન ટી :  ગ્રીન ટી ચરબી ઓછી કરવા માટે ઉપયોગી છે, તેમાં ઉચ્ચ એન્ટીઓક્સિડન્ટ હોય છે. ભોજન પછી અને સવારે તેનું સેવન કરવાથી ચરબી ઓછી કરવામાં મદદ કરે છે. તેનાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ ચયાપચયમાં સુધારો કરે છે.

તજની ચા :  તજની ચા પીવી, એ શરીરની ચરબી ઓછી કરવાની સરસ રીત છે. સાંજે તજની ચા પીવાથી ચયાપચયને વધારવામાં મદદ કરે છે. તેના એન્ટીબેકટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મોને કારણે શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે અને લીવર સ્વસ્થ રહે છે.

છાશ :  જો વજન ઘટાડવા માટે કેટલાક સ્વાદિષ્ટ અને સ્વસ્થ વિકલ્પોની શોધમાં છો, તો છાશ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. છાશને એક શ્રેષ્ઠ પીણા તરીકે માનવામાં આવે છે, જે પેટની ચરબી ઘટાડે છે. છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે પાચનમાં સુધારો કરે છે, વિટામિન બી-૧૨ અને પોષક તત્વોમાં વધારો કરે છે.

જીરાનું પાણી :  જીરામાં થાઈમોસિનોન નામનું તત્વ હોય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત, જીરામાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ છે, જે પાચન અને ચયાપચયમાં વધારો કરે છે. સારી બાબત એ છે કે, તે બનાવવું પણ સરળ છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું અથવા જીરા પાઉડર ઉમેરી તેને હલાવીને પીવાનું હોય છે.

મધ અને લીંબુનું ગરમ પાણી :  જ્યારે પેટની ચરબી ઘટાડવાની વાત આવે ત્યારે લીંબુને ગરમ પાણી સાથે પીવું, એ શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. સવારે ઉઠતાની સાથે જ ગરમ પાણીમાં અડધા લીંબુનો રસ ભેળવીને પીવાથી મેટાબોલિઝમની ક્રિયા ઝડપી બને છે અને શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરવામાં મદદ મળે છે. લીંબુમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરને ડિટોક્સીફાઈ કરવાની સાથે ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે.  તેનો સ્વાદ વધારવા માટે, તેમાં થોડું મધ ઉમેરી શકાય છે. મધ વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને તેને સવારે પીવાથી વજન નિયંત્રિત રહે છે. લીંબુને ગરમ પાણી સાથે દરરોજ પીવાથી, તમને એક મહિનામાં સારા પરિણામો જોવા મળશે.

તરબૂચનું જ્યુસ: તરબૂચમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટન્સ હોય છે. તેમાં કેલરી ઓછી છે અને પાણી વધુ છે જે શરીરના ટોક્સિન હટાવવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તરબૂચમાં લાઈકોપીન પણ હોય છે. જે હૃદયના રોગોને દૂર કરે છે. દિવસમાં એકથી બે વાર તરબૂચનું જ્યુસ પીવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે.

     આજકાલ વધતું વજન એક મોટી સમસ્યા બની ગઈ છે. પણ પેટની ચરબી કે મેદસ્વિતા ઘટાડવા પીણાઓ પીવાથી તમારું વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી બની શકે છે. આ ઘરગથ્થુ ઉપાય નિયમિત ઉપયોગમાં લેવાથી શરીર પર જામેલી ચરબીને ઓછી કરી શકાય છે અને તેના ફાયદાઓ દેખાવા લાગશે.