માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ હતી. દરમ્યાન આજરોજ એ.એસ.આઇ. સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ નાઓને સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “સાત જોટા બજારની પાછળ,નવાવાસ, માધાપર ખાતે રહેતા ચંદ્રસિંહ બાલુભા જાડેજા પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનના ઉપરના માળે રૂમમાં બહાર થી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી ગંજીપાના વડે તીન પતીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે.” તેવી સચોટ અને ભરોષાલાયક બાતમી હકિકત મળેલ હોય જે અંગે લોકલ ક્રાઇમ બ્રાંચના પો.સ.ઇ. એચ.આર.જેઠી સાહેબને જાણ કરતા બાતમી અંગે ખાત્રી કરી કરાવતાં હકિકત ખરી જણાયેલ હોય તેથી સાહેબશ્રી નાઓએ પોલીસ અધીક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓ પાસેથી ધી ગુજરાત જુગાર ધારા અધિનીયમની કલમ-૬ મુજબનું વોરન્ટ નંબર.૦૧/૨૦૨૬, તા.૧૬/૦૨/૨૦૨૬ થી મેળવેલ હોય જે અન્વયે હાલે જુગાર ચાલુમાં હોય અને જુગારમાં માણસો રમતા હોય જેથી એલ.સી.બી.ના પો.સ.ઇ. એચ.આર.જેઠી તથા એ.એસ.આઇ.સુરેન્દ્રસિંહ ઝાલા, નિલેશભાઇ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેંદ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા તથા વિક્રમસિંહ ગોહિલ એ રીતેના સ્ટાફના કર્મચારીઓ એલ.સી.બી. કચેરીએ હાજર હોય ઉપરોકત તમામ પોલીસ સ્ટાફના કર્મચારીઓને એલ.સી.બી.ના પો.સ.ઇ. એચ.આર.જેઠી સાહેબે ઓફિસમાં બોલાવી આ બાતમી અંગે વાકેફ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા નીચે મુજબના ઇસમોને ગંજીપાના વડે રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમતા નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.
પકડાયેલ આરોપીઓ :-
દિલીપસિંહ મેરામણજી જાડેજા ઉ.વ.૪૦ રહે.નરનારાપણ નગર, જુનાવાસ માધાપર તા.ભુજ
પંકજભાઇ બાબુભાઇ આહીર ઉ.વ.૪૨ રહે.દાતારપીર સોસાયટી, કુકમા તા.ભુજ
- કાંતીલાલ વેલજી ઠક્કર ઉ.વ.૬૦ રહે.સુરક્ષા સોસાયટી, જુનાવાસ, માધાપર તા.ભુજ
અશ્વિન ઉર્ફે પપ્પુ અનીલભાઇ ઠક્કર ઉ.વ.૪૦ રહે.સ્વામીનારાપણ નગર, જુનાવાસ, માધાપર તા. ભુજ
- તેજસ શાંતીલાલ રાઠોડ ઉ.વ.૫૫ રહે.મૈત્રી પાર્ક, જુનાવાસ, માધાપર તા.ભુજ
- નરસિંહ ગોપાલભાઇ જાટીયા ઉ.વ.૪૯ રહે.મમુઆરા તા.ભુજ
→ નવલસિંહ હઠુભા વાઘેલા ઉ.વ.૪૫ રહે.વર્ધમાન નગર, માધાપર તા.ભુજ
પકડવાના બાકી આરોપી:-
- ચંદ્રસિંહ બાલુભા જાડેજા રહે.સાત જોટા બજારની પાછળ, નવાવાસ, માધાપર તા.ભુજ
ઉદયરાજ સોલંકી
:• કબ્જે કરેલ મુદામાલ
રોકડા રૂપિયા – ૧,૪૨,૬૦૦/-
ગંજીપાના નંગ-પ૨ કી.રૂ.00/-
મોબાઇલ ફોન નંગ-૦૫ કિ.રૂ.૨૫,૦૦૦/-
મારૂતી સુઝુકી કંપનીની બલેનો જેના રજી.નં.GJ-12-FC-7721 છે જેની કિં.રૂ. ૫,૦૦,000/-
સફેદ કલરની કિયા કંપનીની સેલ્ટોસ જેના રજી.નં.GJ-12-FF-5826 જેની કિં.રૂ. ૧૦,૦૦,૦૦૦/-
એમ કુલ્લે કિ.રૂ. ૧૬,૬૭,૬૦૦/- ના મુદામાલ સાથે ઉપરોકત પકડાયેલ ઇસમો વિરૂધ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૦૬/૨૦૨૬ જુગાર ધારા અધીનીયમ કલમ ૪,૫ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.