રોયલ્ટી કરતા વધારે બેન્ટોનાઇટનું વહન કરતા ટાટા કંપનીના બે ટેઇલરને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર ઓવરલોડ ચાલતા વાહનો વિરુધ્ધ કાર્યવાહી કરવા માટે સુચના આપેલ.
જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઇ વેગડા, મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ તથા રાજેશભાઇ ગઢવીનાઓ ગઢશીશા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન હમલા મંજલથી શેરડી તરફ જતા રોડ પાસે આવતા બે ટેઇલર આવતા હોઇ જેની તપાસ કરતા રોયલ્ટી કરતા વધારે ખનીજ ભરેલ હોય જેથી બન્ને ટેઇલર ખાણ ખનીજ ધારાની કલમ ૩૪ મુજબ ડીટેઇન કરી અને ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
ડીટેઇન કરેલ વાહનો
ટાટા કમ્પનીનુ ટેઈલર જેના રજી.નબર જોતા જીજે.૩૯-ટી.એ.૮૮૬૦ જેમા બેન્ટોનાઈટ (નોર્મલ) (ખનીજ) આશરે રોયલ્ટી કરતા સાડા સાત ટન (૭.૫ ટન) જેટલું વધારે ભરેલ છે.
ટાટા કમ્પનીનુ ટેઈલર જેના રજી.નબર જોતા જીજે.-૧૨-બી.વી.-૯૨૨૦ જેમા બેન્ટોનાઈટ (નોર્મલ) (ખનીજ) આશરે રોયલ્ટી કરતા સાડા ચાર ટન (૪.૫ ટન) જેટલું વધારે ભરેલ છે.