તેરા તુજકો અર્પણ અંતર્ગત અરજદારશ્રીનું ગૂમ થયેલ મો.સા. શોધી પરત સોંપતી માનકુવા પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી એમ.જે. ક્રિચિયન સાહેબ, ઇન્ચા. નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લામાં મિલકત સબંધી ગુનાઓ શોધવા તથા તેમાં ગયેલ મુદ્દામાલ તેમજ ખોવાઇ ગયેલ મુદ્દામાલ મુળ માલીકને પરત કરવા સારૂ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે શ્રી એ.એમ. મકવાણા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર માનકુવા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન મુજબ અરજદારશ્રીનુ ગુમ થયેલ હોન્ડા સાઇન મો.સા. રજી.નં. GJ12EM7774 વાળુ માનકુવા પોસ્ટેના પો.સબ.ઇન્સ. એન.ડી.જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ દ્રારા શોધી અરજદારશ્રી આરીફ સાલેમામદ કુંભાર રહે અમનનગર, ભુજ તા. ભુજવાળાને પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર સુત્રને સાર્થક કરેલ છે.
પરત કરેલ મુદ્દામાલ:-
હોન્ડા સાઇન મો.સા. રજી.નં. GJ12EM7774 કિ.રૂ. ૩૫૦૦૦/-
ઉપરોકત કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.એમ.મકવાણા સા.ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. શ્રી એન.ડી.જાડેજા તથા એ.એસ.આઈ ઉપેન્દ્રસિંહ રાણા, તથા પો.હેડ કોન્સ. અશોકભાઇ ડાભી, વિનોદભાઇ ઠાકોર, કિરણકુમાર પુરોહિતનાઓ જોડાયેલ હતા.