સુખપર ગામેથી થયેલ ટ્રકની ટોલીની ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી માનકુવા પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી એમ. જે કિચ્ચિયન સાહેબ, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ-ભુજના ઓની સુચના અને માર્ગદર્શન આધારે મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા મિલ્કત સંબંધી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોઇ
તેમજ ગઇ તા. ૧૫/૦૨/૨૦૨૬ ના રોજ માનકુવા પોસ્ટે પાર્ટ-એ ગુરનં. ૦૯૨/૨૦૨૬ બી.એન.એસ કલમ- ૩૦૩(૨) મુજબઓ ગુનો જાહેર થયેલ હોઇ જે મુજબ સુખપર ગામે વર્કશોપની બહાર રાખેલ ફરીયાદીશ્રીની ટ્રકની ટોલીને કોઇ અજાણ્યા ઇસમ પોતાના ઢકથી જોડી ચોરી કરી લઇ ગયેલ હોઇ જે ગુનો ડીટેક્ટ કરવા શ્રી એ.એમ. મકવાણા સા. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર માનકુવા પોસ્ટે નાઓની રાહબરી તથા માર્ગદર્શન મુજબ માનકુવા પોસ્ટેના કર્મચારીઓ ટેક્નીકલ સર્વેલન્સ તેમજ હુમન સોર્સ આધારે પ્રયત્નશીલ હતા તે દરમીયાન પો.હેડ કોન્સ. અશોકભાઈ એમ. ડાભી તથા કિરણકુમાર એસ. પુરોહિતનાઓને મળેલ સંયુક્ત રાહે બાતમી હકિકત આધારે સુખપર ગામે મોચીરાઈ રસ્તા પરથી બે ઇસમોને ચોરી કરવા ઉપયોગમાં લીધેલ ટ્રક સાથે પકડી પુછ-પરછ કરતા બન્ને આરોપીઓએ સાથે મળી સદર ટોલીની ચોરી કરી હોવાની તેમજ સદર ટોલી હાલે ગાંધીધામ ખાતે પાર્કિંગમાં રાખી આવેલ હોવાની કબુલાત આપતા હોઇ સદર આરોપીઓની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી-
(૧) અજીજ મામદ જત રહે જતવાડી, સુમરાસર તા-ભુજ
(૨) ફરદીન રમજાન ખલીફા રહે- હમજાવાસ, કોડકી તા-ભુજ
કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) ટાટા ટ્રક રજી.નં. GJ 12 CT 1156 નો આગળનો ભાગ(ઘોડો) કી.રૂ.૫,૦૦,૦૦૦/-
(૨) ચોરી થયેલ ટ્રકની ટોલી કી રૂ.૫,૫૦,૦00-
(૩) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૩ કી.રૂ.૧૫,૦૦૦/-
એમ કુલ કી.રૂ.૧૦,૬૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
શોધી કાઢેલ ગુનો-
માનકુવા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુરનં.૦૯૨/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩(૨)
આમ ઉપરોકત કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.એમ. મકવાણાનાઓની રાહબરી હેઠળ પો.સ.ઇન્સ.શ્રી એન.ડી.જાડેજા, પો.સ.ઇન્સ.શ્રી યુ.ડી.ગોહિલ તથા એ.એસ આઇ ઉપેન્દ્રસિંહ રાણા તથા પો. હેડ કોન્સ જયપાલસિહ જાડેજા, અશોકભાઈ ડાભી, ચતરાભાઈ ચૌધરી, વિનોદજી ઠાકોર, કીરણભાઈ પુરોહીત, સુરેશભાઇ જોષી તથા પો.કોન્સ મહેશભાઇ જાદવનાઓ જોડાયેલ હતા.