ક્ચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થા દ્વારા જન બિલિયન રાઇઝિંગ કાર્યક્રમ યોજાયો

તા. 14/02/2026 ભુજ માં ભાનુશાલી નગર, ચારણ સમાજ વાડી ખાતે ક્ચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થા દ્વારા જન બિલિયન રાઇઝિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં મહિલા, બાળકીઓ ઉપર દિવસે દિવસ હિંસા વધી રહી છે. ત્યારે તેમની સલામતી માટે સમાજમાં જાગૃતિ ફેલાવાની હાકલ કરાઈ હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પશ્ચિમ ક્ચ્છ જિલ્લા પોલીસ વિભાગના ડી. વાય. એસ .પી શ્રી એમ જે ક્રિશ્ચન સાહેબ એ હિંસા મુક્ત સમાજ પ્રેમ અને શાંતિ ભાઈ ચારા થી રહેવા માટે અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ માં ક્ચ્છના અલગ અલગ વિસ્તાર માંથી સામાજિક આગેવાન બહેનો, સામાજિક આગેવાન ભાઈ ઓ, મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારે કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ક્ચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થાની મહિલા ટીમ, પુરુષ ટીમ તેમજ પેરા લીગલો એ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.