રેવન્યુ વિભાગ-મુંદરા સાથે સંકલન કરી સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે કરેલ દબાણ દુર કરતી પ્રાગપર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ,ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ ભુજ તથા ગૌતમ વિવેકાનંદન સાહેબ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી મુંદરા વિભાગ મુંદરા નાઓએ ગેરકાયદેસર દબાણ કરનાર વિરૂદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા અને ગેરકાયદેસર દબાણ દુર કરાવવા સુચના આપેલ હોય.
જે અનુસંધાને એ.આર.ત્રિવેદી તાલુકા વિકાસ અધિકારીશ્રી મુંદરા-કચ્છનાઓના દેખરેખ હેઠળ આ ગેરકાયદેસર દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ.જેમાં PI એસ.એન.ચુડાસમા પ્રાગપર પો.સ્ટે., PSI-વી.એન.ચાવડા પ્રગપર પો.સ્ટે, તથા પ્રાગપર પોલીસ સ્ટાફ સાથે મળી ગેરકાયદેસર દબાણ દુર કરવા માટે મુંદરા તાલુકાના વવાર ગામની સીમમાં સરકારી જમીન જેના સરકારી સર્વે નં-૨૭૦ની ગૌચર જમીનમા કાંટાળી તાર બાંધી ગેરકાયદેસર દબાણ કરનાર (૧) કાંતી દેવરાજ મરંડ રહે-ચાંદ્રોડા, તા-અંજાર જેમના દ્વારા કુલ્લ-૧૫ એકર જમીનમા દબાણ કરેલ જમીનની કુલ્લ કીમત રૂપીયા ૧.૫ કરોડ તેમજ (૧) કુવરબેન મેમાભાઇ બકુત્રા (૨) રમેશભાઇ મેમાભાઇ બકુત્રા (૩) ગોવીંદભાઇ મેમાભાઇ બકુત્રા ત્રણેય રહે ચાંદ્રોડા તા.અંજાર દ્વારા સાથે મળી કુલ્લ-૨.૫ એકર જમીનમાં દબાણ કરેલ જે જમીનની કુલ્લ કીમત રૂપીયા ૨૫ લાખ તેમજ (૩) બધાભાઇ ભિમાભાઇ આહીર રહે-ચાંદ્રોડા તા.અંજાર દ્વારા કુલ્લ-૦૨ એકર જમીનમા દબાણ કરેલ જે જમીનની કુલ્લ કીમત રૂપીયા ૨૦ લાખ ની જમીન મા ગેરકાયદેસર દબાણ કરેલ હોઇ જે ગેરકાયદેસર દબાણ હટાવવાની કાયદેસરની કાર્યવાહી રેવન્યુ વિભાગ મુંદરા તેમજ પ્રાગપર પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.