માંડવીના ડોણમાં એક યુવાન પર બે શખ્સોનો હુમલો
copy image

માંડવી તાલુકાના ડોણ ગામમાં સામન્ય મુદ્દે એક યુવાન પર બે શખ્સોએ હુમલો કરી દીધો હોવાની વિગતો સામે આવી રહી છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોનું કહેવું છે, ડોણમાં કરિયાણાની દુકાન ચલાવનાર આ બનાવના ફરિયાદી એવા મોસીન અલીમામદ ચાકી છકડામાં સવાર થઇ માંડવી ખાતે દુકાનનો સામાન લેવા જઇ રહ્યા હતા, તે સમયે આરોપી શખ્સની દુકાન પાસે પહોંચતા તેને છકડો રોકાવી અને કેમ અમારા સામે આંખો કાઢે છે, તેમ કહી ગાળાગાળી કરી હતી. ફરિયાદીએ ગાળો બોલવાની ના પડતાં આરોપી શખ્સોએ પાઇપ, ધોકા વડે હુમલો કરી દીધો હતો. તા. 16-2ના બનેલા આ બનાવ અંગે પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.