નવસારીના બીલીમોરામાં એક મહિલાએ 9મા માળેથી લગાવી મોતની છલાંગ

image-148

copy image

copy image

નવસારીના બીલીમોરામાં એક મહિલાએ 9મા માળેથી કૂદીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, નવસારીના બીલીમોરામાં આવેલ ભેરુનાથ ટાવરમાં રહેતા 51 વર્ષીય રશ્મિકાબેન પંચાલે 9મા માળેથી મોતની છલાંગ લગાવી છે. ઊંચાઈએથી પટકાવાને કારણે મહિલાનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે. આ બનાવ પાછળનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ આદરી છે.