અંતરજાળમાંથી સાત ખેલીઓ ઝડપાયા

copy image

copy image

અંતરજાળમાં જાહેરમાં જુગાર રમતા સેટ ખેલીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, અંતરજાળમાં સરકારી શાળા પાછળ મોમાયનગર વિસ્તારમાં બાવળની ઝાડીમાં અમુક ઈશમો જાહેરમાં જુગાર રમી રહ્યા હતા. અહી અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી રૂપિયાની રમત કરનાર સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.