મુંદ્રાના સિરાચામાં અદાણી લેબર કોલોનીમાં 24 વર્ષીય શ્રમિક યુવાનનો આપઘાત

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ સિરાચામાં અદાણી લેબર કોલોનીમાં 24 વર્ષીય શ્રમિક યુવાનએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, અદાણી લેબર કોલોનીમાં રહેતા નીરજકુમાર મહેતાએ તા. 17/2ના રોજ કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.