તુરી બારોટ સમાજના કલાકારો માટે “લોક સંગીત” તાલીમ શિબિર યોજાશે
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર સંચાલિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની
કચેરી, કચ્છ-ભુજ દ્વારા તુરી બારોટ સમાજના કલાકારોના વિકાસ માટે તાલીમ શિબિર યોજવામાં આવી છે.
“લોક સંગીત” ની તાલીમ શિબિરમાં નિષ્ણાંત તજજ્ઞો દ્વારા શિબિરાર્થીઓને તાલીમ આપવામાં આવશે. આ
તાલીમ શિબિરમાં ભાગ લેવા માટે ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા રહેશે. આ તાલીમ શિબિરમાં રસ
ધરાવનાર તુરી બારોટ સમાજના ભાગ લેવા ઈચ્છતા કલાકારોએ પોતાની અરજી જિલ્લા યુવા અને
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન રૂમ નં.૪૧૧, બીજો માળ, ભુજ ખાતે તા.૨૭/૦૨/૨૦૨૬
સુધીમાં મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી
યાદીમાં જણાવવામાં આવ્યું છે.