માંડવી તાલુકાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ

       માંડવી તાલુકાની કેન્દ્ર નંબર ૧૮ પિયાવા મસ્કા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા તદ્દન હંગામી ધોરણે ભરવાની છે. નિમણૂક કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ૨૦ થી ૬૦ વચ્ચેની ઉંમરનાં અને ઓછામાં ઓછુ ધોરણ ૧૦ પાસ ઉમેદવારોએ તા.૦૩/૦૩/૨૦૨૬ સુધીમાં નિયત નમુનામાં અરજી ફોર્મ મામલતદાર કચેરી માંડવી ખાતે મોકલી આપવાનું રહેશે. અરજી ફોર્મ માંડવી મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી રજા સિવાયના દિવસે સમય ૧૧.૦૦ થી ૪.૦૦ દરમિયાન મેળવી શકાશે.

અરજી સાથે રજૂ કરવાના જરૂરી આધાર પુરાવામાં ઓળખકાર્ડ (ચુંટણી), જન્મનો દાખલો/ શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ, આવકનો દાખલો, તલાટીશ્રીનો રહેઠાણ અંગેનો દાખલો, અરજદાર કે તેના પતિ/પત્ની/પુત્ર/પુત્રી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કોઈ પદ પર ફરજ બજાવતા નથી તે બદલનો તલાટીનો દાખલો, પાસપોર્ટ સાઈઝ ફોટો, શારીરિક સ્વાસ્થ્ય અંગેનો phc નો દાખલો ઉપરોક્ત તમામ આધાર પુરાવાઓની પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે તેમ મામલતદારશ્રી, માંડવીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.