ભુજ આર.ટી.ઓ ખાતે ૨-વ્હીલરના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની નવી સિરિઝ GJ-12-HJનું ઓક્શન કરાશે
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ– કચ્છ દ્વારા ૨-વ્હીલરની નવી સિરિઝ GJ-12-HJ માટે ગોલ્ડન અને સિલ્વર નંબરો સહિત તમામ નંબરોનું ઓક્શન કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૨૮/૦૨/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૦૨/૦૩/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૦૨/૦૩/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓક્શન સમાપ્ત તારીખ ૦૪/૦૩/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી થશે.
સુવર્ણ-ગોલ્ડન નંબર માટે ફીના દર રૂ. ૮૦૦૦ રહેશે. રજત-સિલ્વર નંબર માટે ફીના રૂ. ૩૫૦૦ રહેશે. આ નંબરો સિવાયના અન્ય નંબરો માટેનો ફીનો દર રૂ. ૨૦૦૦ રહેશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન https://parivahan.gov.in/fancy પર કરાવીને પસંદગીના નંબર મેળવી શકશે તેમ ઈન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ભુજ-કચ્છની યાદીમાં જણાવાયું છે.