FOKIA અને PFRDA, GoI દ્વારા ભુજ-કચ્છ, ગુજરાતમાં માઇક્રો, સ્મોલ અને મિડિયમ ઉદ્યોગો માટેરાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ પર વર્કશોપનું આયોજન

ફેડરેશન ઑફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (FOKIA), પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)
ભારત સરકાર અને PwC Indiaએ ભુજ-કચ્છ, ગુજરાતમાં 18 ફેબ્રુઆરી 2026 ના રોજ માઇક્રો, સ્મોલ અને મિડિયમ
ઉદ્યોગો (MSMEs) માટે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપમા
જિમ્પેક્સ ઇમેર્સીસ ઇંડિયા પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ, શ્રી પ્રદીપ કોઠારી કે જેઓ ફોકિઆ એક્સિક્યુટિવ કમિટીના સભ્ય
છે તેમણે મુખ્ય સંબોધન આપ્યું અને MSMEના વિકાસ અને કર્મચારી કલ્યાણમાં પેન્શન યોજનાઓની મહત્વતાને
રેખાંકિત કર્યું. શ્રી અરવિંદ ઠક્કર, પ્રમુખ, ભુજ જીઆઈડીસી એસોસિયેશનએ સ્વાગત સંબોધન કર્યું, જે કાર્યક્રમની
આગળની દિશા માટે પ્રેરણાદાયી રહ્યું.
PFRDAના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી દેવેશ મિત્તલે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ અંગે વિસ્તૃત માહિતી આપી, એ હાજર
લોકોને સંબોધિત કરતાં NPSની વિશેષતાઓ, પોર્ટેબલ અને કર-કાર્યક્ષમ નિવૃત્તિ બચત સાધન તરીકેની મહત્વપૂર્ણ
ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે અનૌપચારિક કાર્યબળમાં પેન્શન કવરેજ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો જેથી
સામાજિક સુરક્ષા મજબૂત બને અને ગુજરાતમાં કાર્યબળની ટકાઉપણું વધે. આપેલ પ્રસંગે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન
આપતા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પેન્શન ફંડના કી એકાઉન્ટ મેનેજર શ્રી આદર્શ બિંદએ વિવિધ પ્રકારના NPS
એકાઉન્ટ, એસેટ વર્ગ અને ઓનબોર્ડિંગ પ્રક્રિયા અંગે સમજણ આપી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા, ગુજરાત રાજ્ય
સરકારના કચ્છ જિલ્લા ઉદ્યોગ સેન્ટરના અધિકારી શ્રી નકુમ ભરતએ આત્મનિર્ભર ગુજરાતની MSME સ્કીમ વિશે
માહિતી આપી.
આ વર્કશોપના સમાપન સમારોહ દરમિયાન યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં ભાગ લેનારોએ પોતાના પ્રશ્નો દ્વારા સ્પષ્ટતા
મેળવી. આ કાર્યક્રમની આભરવિધિ શ્રી વિશાલ ક્લાર્ક, એસોસિએટ ડિરેક્ટર, PwC India દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કચ્છના ભુજ જીઆઈડીસી એસોસિયેશન, અંજાર જીઆઈડીસી એસોસિયેશન, કચ્છ ચાઈના ક્લે
એસોસિએશન, આશાપુરા પર્ફોક્લે, વેલસ્પન અને સુર્ય રોશની જેવી મોટી ઇન્ડસ્ટ્રીઝ તથા વિવિધ MSMEsની સક્રિય
ભાગીદારી જોવા મળી. આ કાર્યક્રમ કચ્છના MSME સમુદાયમાં પેન્શન જાગૃતિને આગળ વધારવા, ઉદ્યોગસાહસિકો,
નોકરીદાતાઓ અને કર્મચારીઓમાં નાણાકીય રીતે સુરક્ષિત નિવૃત્તિની યોજના બનાવવાની અને તેના દ્વારા ટકાઉ
ઉદ્યોગસાહસિક વૃદ્ધિને મજબૂત બનાવવાનો સંદેશ સફળતાપૂર્વક પહોંચાડતા કાર્યક્રમનું સમાપન થયું. કાર્યક્રમનો સંચાલન
કુમારી જીનીશા સદાણી, જૂનિયર એક્ઝિક્યુટિવ, ફોકિઆ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન
ફોકિઆના મમતા વાસાણી, શિવાની ભગત અને ભરત બારોટએ કર્યું હતું.