અંજારના ચંદીયા ગામમાં થયેલ હત્યાના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ તથા શ્રી એમ.પી.ચૌધરી સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક નાઓએ અંજાર વિસ્તારમાં બનેલ ગંભીર પ્રકારના શરીર સંબંધી તથા મહિલા અત્યાચારના ગુનાને સત્વરે શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય.

જેથી અત્રેના પો.સ્ટે વિસ્તારમાં ગઈ તા.૧૯/૦૨/૨૦૨૬ બપોરના ભાગે અંજાર તાલુકા વિસ્તારના ચંદીયા ગામના ફરયાદીશ્રી આવેલ અને અત્રેના પો.સ્ટે જાણ કરેલ કે મારી દિકરી ગઈ તા.૧૮/૦૨/૨૦૨૬ ના કલાક.03/00 વાગ્યાના અરસામાં કોઈને કયા વગર નિકળી ગયેલ હોવાની જાણ કરતા તુરંત તેઓની ગુમનોધ નં.૧૯/૨૦૨૬ મુજબની દાખલ ક૨વામાં આવેલ.

જે અન્વયે એ.આર.ગોહીલ પોલીસ ઇન્સપેકટર અંજારનાઓએ પોતે જાતે રસ દાખવી તાત્કાલીક પોલીસ ટીમ શોધખોળ કરવા માટે પોલીસની જુદી-જુદી ટીમો બનાવી ચંદીયા ગામ તથા સીમ વિસ્તારમાં મોકલી આપેલ અને પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હ્યુમનસોર્સ આધારે જાણવા મળેલ કે ગુમથનારની સાથે રાજેશ ભીખાભાઈ રબારી રહે.ચંદીયા વાળાને પ્રેમ સંબધ છે અને તેઓને તે ભગાડી ગયેલ હોવાની બાતમી મળતા તેઓને આ સદર ગુમનોધના કામે નિવેદન લખાવવા માટે અત્રેના પો.સ્ટે બોલાવી મજકુર ઇસમને યુકતી-પ્રયુકતિથી ઉંડાણપુર્વક પુછપરછ કરતા મજકુર ઇસમે સદર ગુના કામે કબુલાત આપતા જણાવેલ કે ગુમથનાર સાથે મારે છેલ્લા એકાદ વર્ષથી પ્રેમ સંબંધ છે અને અમે અવાર નવાર સીમ વિસ્તારમાં મળતા અને આ ગુમથનાર પ્રેગ્નેટ થઈ ગયેલ અને તેઓ મને લગ્ન કરવાનુ દબાણ કરતી હોઈ જેથી મારે લગ્ન ન કરવા હોઈ જેથી મે મારા મિત્ર રાહુલ રતાભાઈ રબારી રહે.મખિયાણ તા.અંજાર વાળાને વાત કરી મારીનાખવાનુ કાવતરૂ બનાવેલ અને મે આ ગુમથનારને ગઈ તા.૧૭/૦૨/૨૦૨૬ ના ઈન્સ્ટાગ્રામના મારફતે વાત કરેલ અને કહેલ કે ચાલ આપડે આજે ભાગી જઈએ તેવી વાત કરતા તે આવેલ અને હુ તેને ભલોટ ગામના રોડ પાસે લઈ ગયેલ અને ત્યા મારો મિત્ર રાહુલ રબારી હાજર હતો ત્યાર બાદ ત્યા બાજુમાં પાણી ભરેલ કુવા પાસે લઈ ગયેલ અને ગુમથનારને મે ધકકો મારી જમીન ઉપર પાડી દઈ તેનુ જોરથી ગળુ દબાવી મારી નાખેલ અને મે તથા રાહુલ રબારીએ આ ગુમથનારની લાશને કુવામાં સીમેન્ટના ભારે બ્લોક અને દુપટ્ટા વડે બાંધી દઈને અને ચંદીયા ગામનીસીમ વિસ્તારના પાણી ભરેલ અવાવરૂ કુવામાં લાશ નાખી દિધેલાની હોવાની કબુલાત આપતા આ કામે બનાવવાળી જગ્યા કુવા માંથી ગુમથનાર પ્રેગ્નેટ મહિલાની લાશ કાઢી આ કાવતરૂ રચી ઠંડા કલેજે કરેલ

હત્યાના ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ ઇન્સપેકટર શ્રી.એ.આર.ગોહીલ નાઓએ પોલીસ હેડ કોન્સ.સેધાજી લાખાજી પરમાર નાઓની શ્રી સરકાર તરફે ફરીયાદ લઈ આ કામે બન્ને આરોપીઓ વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરાવી ગુનાને અંજામ આપનાર બો આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે

ગુન્હાની વિગત:-

અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૬૦૧૭૦/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૧૦૩(૧) ૬૪(૨)(એમ) ૨૩૮(એ) ૬૧(૨)(એ) તથા પોકસો એકટની કલમ-૪, ૬ મુજબ

ગુનાને અંજામ આપનાર આરોપીઓ

(૧) રાજેશભાઈ ભીખાભાઈ રબારી રહે.ચંદીયા ગામ તા.અંજવાર કચ્છ

(૨) રાહુલ રતાભાઈ રબારી રહે.મખીયાણ તા.અંજાર કચ્છ

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.આર.ગોહીલ તથા પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એસ.જી.વાળા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે.