ભચાઉમાં એસિડ ગટગટાવી જનાર આધેડ મહિલાનું સારવાર દરમ્યાન મોત

copy image

copy image

ભચાઉમાં કોઈ અકળ કારણે એસિડ ગટગટાવી જનાર આધેડ મહિલાનું મોત થયું છે. આ બનાવ અંગે ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં રહેનાર 47 વર્ષીય સુમિત્રાબેન રણજીતભાઈ નામના આધેડ મહિલાએ ગત તા. 19/2ના રોજ કોઈ અકળ કારણોસર એસિડ ગટગટાવી લીધું હતું. બનાવ અંગે જાણ થતા તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.