રતનાલમાં જાહેરમાં જુગાર રમતા બે ઈશમોની ધરપકડ : બે ફરાર

jug

copy image

copy image

અંજાર ખાતે આવેલ રતનાલમાં જાહેરમાં જુગાર રમતા બે ઈશમોને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, પોલીસની ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રતનાલ રેલવે પાટાની નજીક બાવળની ઝાડીમાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી 20 હજારની રોકડ સાથે બે ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી દરમ્યાન બે ઈશમો પોલીસની પકડથી દૂર રહયા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.