જખૌ બંદરના દરિયામાં ડૂબી જવાના કારણે માછીમારનું મોત

copy image

copy image

અબડાસા ખાતે આવેલ જખૌ બંદરના દરિયામાં માછીમાર ગરક થઈ જતાં મૃત્યુ પામેલ છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગીર સોમનાથ બાજુનો 33 વર્ષીય માછીમાર રમેશભાઇ રામજીભાઇ બારિયા પાણીમાં ગરક થતાં મોતને ભેટ્યો હતો. ગત તા. 14-2ના રાત્રીના સમયે જખૌ બંદરના દરિયાઇ વિસ્તારમાં માછીમારી દરમ્યાન હતભાગી દરિયાનાં પાણીમાં ડૂબી ગયેલ હતો. ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે આ માછીમારનું મોત થયું હતું.