સાણંદ શહેરમાં આવેલા જાણીતા KD ફાર્મમાં મારામારીની ગંભીર ઘટના સામે આવી

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે અમદાવાદના સાણંદ શહેરમાં આવેલા જાણીતા KD ફાર્મમાં મારામારીની ગંભીર ઘટના બની હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, લગ્ન પ્રસંગ દરમ્યાક્ન થયેલ બોલાચાલી બાદ ફાર્મ હાઉસના માલિક સહિત ત્રણ વ્યક્તિઓ પર ધારદાર હથિયારો હુમલો કરી દેવામાં આવેલ હતો. આ અંગે વધુમાં માલતિ વિગતો અનુસાર આ ફાર્મ હાઉસ ખાતે લગ્ન સમારોહનું આયોજન કરાયું હતું. જ્યાં સ્ટાફના એક સભ્યને રૂમ સાફ કરવા સૂચના આપતા સામાન્ય બોલાચાલી બાદ આ વિવાદ ઉગ્ર બન્યો હતો.