અંજાર વર્તુળ કચેરી હેઠળ બાકી વીજ બીલવાળા ગ્રાહકો માટે મેગા ડીસકનેક્શન ડ્રાઈવ તારીખ ૨૫-૦૨-૨૦૨૬ ના આયોજન બાબત

PGVCL અંજાર વર્તુળ કચેરી હેઠળનું રૂ. ૩૭ કરોડ તેમજ ચાલુ વીજ બીલ સાથે બાકી રહેતા વીજ બિલનું નાણું વસૂલવા અંજાર વર્તુળ કચેરી તથા તેને સંલગ્ન પૂર્વ કચ્છના બધા જ સબ ડિવિઝનમાં મેગા ડીસ કનેક્શન ડ્રાઇવનું તારીખ: ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ આયોજન.
PGVCL ની આગામી તારીખ: ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ મેગા ડીસ કનેક્શન ડ્રાઇવનું આયોજન નિગમિત કચેરીની સીધી સૂચના મુજબ કરવામાં આવ્યું છે. પીજીવીસીએલની અંજાર વર્તુળ કચેરી હેઠળ આવતા ગ્રાહકોમાં રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક, ખેતીવાડી વગેરે વીજ જોડાણોમાં મોટી રકમ ગ્રાહકો દ્વારા ભરપાઈ કરવાની બાકી છે. આ ડીસ કનેક્શન ડ્રાઈવમાં આવતી અંજાર વર્તુળ કચેરી હેઠળની તમામ પેટા વિભાગીય કચેરીઓમાં ડ્રાઈવ સમયે બાકી વીજ બિલના લેણા ધરાવતા વીજ ગ્રાહકોના જોડાણનો પુરવઠો સ્થળ પર જ ડીસકનેક્ટ કરવામાં આવશે. વિજ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ કાર્યવાહી દરમિયાન સ્થળ ઉપર કોઈપણ નાણાં સ્વીકારવામાં કે વસૂલવામાં આવશે નહીં. વીજ પુરવઠો કપાઈ ગયા પછી ગ્રાહકે સંબંધિત પેટા વિભાગીય કચેરીમાં જઈને 100% લેણાની રકમ ભરપાઈ કરવાની રહેશે. આ સાથે ગ્રાહકોએ નિયમ અનુસાર રી-કનેક્શન ચાર્જ ભરી અને જરૂરી ઇ-કેવાયસી ડોક્યુમેન્ટસ રજૂ કરવાના રહેશે.

ગ્રાહકોને સૂચિત કરતા જણાવાયું છે કે બાકી લેણાંની રકમમાં અધુરી રકમ સ્વીકારવામાં આવશે નહીં. જ્યાં સુધી બાકી લેણાની પૂરી રકમ ભરપાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી વીજ જોડાણ ચાલુ કરવામાં આવશે નહીં. વીજબિલના બાકી નાણાંની વસુલાત માટે અંજાર વર્તુળ કચેરી હેઠળના ૧૩ પેટા વિભાગીય કચેરીઓમાં કુલ ૧૨૦+ ટીમોનું આયોજન કરાયું છે જેથી બાકી વીજબિલની રકમ ધરાવતા ગ્રાહકોને તંત્ર દ્વારા ફરીથી અરજ કરવામાં આવી છે કે આપનો વીજ પુરવઠો બંધ થાય નહીં તે માટે બાકી વીજ બિલના લેણા રકમ તાત્કાલિક સ્થાનિક પેટા વિભાગીય કચેરીમાં અથવા ઓનલાઇન વિવિધ માધ્યમો દ્વારા ભરપાઈ કરી આપશો. આ માટે ગ્રાહકો વિવિધ ઓનલાઇન માધ્યમ જેમકે GOOGLE PAY, પીજીવીસીએલની વેબસાઈટ, ક્રેડિટ કાર્ડ, PHONEPE, AMAZONPE, UPI, BHIMUPI, RTGS, વિવિધ બેંકોની મોબાઇલ એપ્લિકેશન વગેરેનો ઉપયોગ કરીને બાકી રહેતા નાણાની ચુકવણી કરી શકે છે. આથી આપના બાકી રહેતા વીજબિલના નાણાં તાત્કાલિક ભરો અને વીજ જોડાણની કપાતથી બચો તેવી પીજીવીસીએલના સૂત્રો દ્વારા સૂચના અપાઈ છે.