POCSOના હજારો કેસ પેન્ડિંગ, મહિલાઓ-બાળકોની સુરક્ષા પર ગંભીર સવાલ: ડો. કાયનાત અન્સારી આથા AAP
આમ આદમી પાર્ટીના કચ્છ (પૂર્વ) પ્રમુખ ડો. કાયનાત અન્સારી આથાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે POCSO, એટલે કે 18 વર્ષથી નાની ઉંમરના બાળકો સાથે શારીરિક શોષણનો કાયદો. બાળકો સાથે થતા બળાત્કાર, કિડનેપિંગ અને શારીરિક અડપલા એ ફક્ત કોઈ ગુનો નથી પરંતુ એ આપણી કાનૂન વ્યવસ્થા પર મોટો કાળો ડાઘ છે. આંકડાઓ અનુસાર 5135 POCSOના કેસો પેન્ડિંગ છે. અમદાવાદ મેટ્રોસિટીમાં દર મહિને 25 બળાત્કારની ઘટનાઓ, 11 શારીરિક અડપલાઓની ઘટનાઓ અને 16 અપહરણની ઘટનાઓ મહિલાઓ વિરુદ્ધ ઘટે છે.
વધુમાં AAP નેતા ડો. કાયનાત અન્સારી આથાએ જણાવ્યું હતું, જે સરકાર કહે છે કે “બેટી બચાવો બેટી પઢાવો” અને નારી સશક્તિકરણના નારા આપે છે, એ સરકારના દરેક દાવાઓ ખોખલા સાબિત થઈ રહ્યા છે. દરરોજ નવી ઘટનાઓ સરકારની ચુપ્પી – લાપરવાહી અને અપરાધીઓને મળેલા સંરક્ષણની કહાની કહે છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક મજબૂત વિપક્ષની ભૂમિકા નિભાવી રહી છે તો આમ આદમી પાર્ટી વતી અને એક મહિલા હોવાને નાતે હું સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગું છું કે આવી વધતી ઘટનાઓ પર તાત્કાલિક કડકમાં કડક પગલાં ઉઠાવવામાં આવે, ફાસ્ટટ્રેક કોર્ટ બનાવવામાં આવે અને ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે, નહીંતર આમ આદમી પાર્ટી આ મુદ્દાને સડકથી લઈને સદન સુધી ઉઠાવવા તૈયાર છે. અમે છીએ ત્યાં સુધી મહિલાઓ અને બાળકોને કોઈપણ પ્રકારની રાજનીતિનો ભોગ નહીં બનવા દઈએ.