રામેશ્વર વસ્તીમાં યોજાયેલ હિન્દુ સંમેલન ભવ્યતા, ભક્તિ અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ની સ્થાપના ને ૧૦૦ પૂર્ણ થવા ના અનુસંધાને અંજાર નગરના રામેશ્વર વસ્તીમાં યોજાયેલ હિન્દુ સંમેલન ભવ્યતા, ભક્તિ અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયું. કાર્યક્રમમાં લગભગ ૨૦૦૦ થી પણ વધુ સંખ્યામાં સનાતન પરિવારો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
કાર્યક્રમની શરૂઆત અતિથિઓના ભવ્ય સ્વાગત અને પરંપરાગત દીપ પ્રજ્વલનથી થયું. ત્યારબાદ રામેશ્વર વસ્તી , હિન્દૂ સંમેલન ના અધ્યક્ષ શ્રી ઉમિતભાઈ જાની દ્વારા અતિથિ પરિચય તથા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.
ભાગવતાચાર્ય શ્રી હરીશભાઈ પંડ્યા તથા ભાગવતાચાર્ય શ્રી દિનેશચંદ્ર રાવલ દ્વારા દ્રષ્ટાંત સાથે સામાજીક સમરસતા અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા અપનાવવા સંદેશ આપ્યો હતો.
મુખ્ય અતિથી જીજ્ઞેશભાઈ દોશી દ્વારા પ્રતિવર્ષ આવા સંમેલન યોજવા આહવાન કર્યું. નિવૃત શિક્ષિકા અરૂણાબહેન છત્રે દ્વારા નાગરિક કર્તવ્ય નું પાલન કરવા અપિલ કરી.
કાર્યક્રમ ના મુખ્ય વક્તા અને સંઘ ના સૌરાષ્ટ્ર પ્રાંત સેવા પ્રમુખ શ્રી નારણભાઈ વેલાણી એ પર્યાવરણની જાળવણી તથા દૈનિક વપરશમાં સ્વદેશી વસ્તુની, દેશના સ્થળ પર પર્યટન કરવા તથા પારંપરિક પરીધાન ધારણ કરવા જણાવ્યું હતું
વસ્તીના બાળકો દ્વારા દેશભક્તિ સમૂહગીત તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્યનાટિકાની સુંદર રજૂઆત કરવામાં આવી. રામ મંદિરમ, રામ આયેંગે, મીઠે રસ સે ભરી રાધા રાણી લાગે, મહાભારત થીમ, ઓપેરશન સિંદૂર જેવી પ્રસ્તુતિઓએ ભારતીય સંસ્કૃતિ, શૌર્ય અને આધ્યાત્મિક ભાવનાને વધુ મજબૂત બનાવી.
પ્રવક્તાઓએ સમાજના સર્વાંગી વિકાસ માટે સકારાત્મક પરિવર્તન લાવવાનો સંદેશ આપ્યો.
કાર્યક્રમ દરમિયાન સમાજને વિશિષ્ટ સેવા આપનાર સુ.શ્રી નયનાબેન ભટ્ટ, શ્રી શાંતિલાલભાઈ મસાણી, શ્રી પ્રમેશભાઈ વેદ , શ્રી દયારામભાઈ સુંબડ, શ્રી સુધીરસિંહ જાડેજા નું સમિતી દ્વારા વિશેષ સન્માન કરી તેમની સેવાભાવના નું અનુમોદન કરવામાં આવ્યું. કાર્યક્રમ સ્થળ પર સફાઈ કામગીરીની વ્યવસ્થા પૂરી પાડનાર નગરપાલિકા ના વોર્ડમેન મેઘજીભાઈ તથા સફાઈ કર્મચારી ભાઈ-બહેનો નું મંચસ્થ સર્વે મહાનુભાવો ના હસ્તે વિશિષ સન્માન કરી તેમની સેવાને બિરદાવવામાં આવી.
અતિથિઓનું ભારત માતા ના કટઆઉટ અને તલવાર રૂપી સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિ અને એકતાની ભાવનાથી ગુંજી ઉઠ્યું. અંતે આભાર દર્શન તથા ભારત માતાની આરતી સાથે કાર્યક્રમનું સમાપન થયું.
મહાપ્રસાદ સાથે સૌએ ભાઈચારો અને એકતાનો સંદેશ વધુ મજબૂત બનાવ્યો.
આ સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત અને પ્રેરણાદાયી સંચાલન હિન્દુ સંમેલન સમિતિના મહામંત્રી શ્રી જય ભારતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
વિવિધ સોસાયટી ના અગ્રણીઓ,મહિલામંડળ તથા યુવા ગ્રુપ દ્વારા સ્વૈચ્છિક રીતે આયોજન માં પોતાની સેવાઓ આપી.
સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો. આયોજક મંડળ દ્વારા તમામ સહયોગીઓ, અતિથિઓ અને ઉપસ્થિત પરિવારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.