પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ “એ” ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા ઇન્ચાર્જ પ્રો.નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રતિક ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ પ્રોહિબીશન તથા જુગારની બદી નેસ્ત-નાબુત કરવા સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.ડી.ચૌધરી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટાફના માણસોને પ્રોહિબીશન/જુગારના સફળ કેસ શોધી કાઢવા જરૂરી સુચના તથા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આધારે મ.નં-૪૩/બી અપનાનગર ગાંધીધામ મધ્યેથી પ્રોહિબિશનનો સફળ કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ छे.
:: આરોપીની વિગત ::
બોદુરામ ક્રિષ્નારામ પ્રજાપતી રહે.ભરવાડ વાસ, નવી સુંદરપુરી, ગાંધીધામ
:: મુદ્દામાલની વિગત ::
(૧) ભારતીય બનાવટના વિદેશીદારૂની ૭૫૦ એમ.એલ.ની કાંચની કંપની શિલબંધ બોટલો નંગ-૩૭૨ જેની કિ.રૂ.૪,૨૬,૦૦૦/-
(૨) ભા૨તીય બનાવટના વિદેશીદારૂની ૧૮૦ એમ.એલ.ના કંપની શિલબંધ ક્વાટ૨ નંગ-૧૧૯૯ કિ.રૂ.૩,૨૯,૭૨૫/- એમ
કુલ્લ કિ.રૂ.૭,૫૫,૭૨૫/-
ઉપરોક્ત સફળ કામગીરી ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.ડી.ચૌધરી તથા પોલીસ સબ ઇન્સપેક્ટર વી.એચ.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા ક૨વામા આવેલ છે.