instagram એકાઉન્ટ પર ફરિયાદીને જાહેર ચોકમાં જાનથી મારી નાખવાની ધમકી આપી બિભસ્ત ગાળો બોલનાર આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ

image-181

આજરોજ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભાગ-અ‍ .ગુ.ર.ન. ૧૮૪/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા -૨૦૨૩ ની કલમ ૩૫૧(૨),૩૫૧(૩),૨૯૬(બી) તથા એટ્રોસીટી એકટ કલમ ૩(૧)(આર),૩(૧)(એસ),૩(૨)(૫-એ),૩(૧)(યુ) મુજબ ના ગુના ગામે આરોપી શબ્બીર સુલેમાન કાનગડા ઉ.વ.૪૨ રહે- લક્ષ્યનગર કિડાણા તા.ગાંધીધામ વાળાએ પોતાના instagram એકાઉન્ટ ઉપર ફરિયાદીને ૨૪ કલાક ની અંદર ગણેશનગર વિસ્તાર માં જાહેર ચોકમાં જાનથી મારી નાખવાની ધમકી આપી બિભસ્ત ગાળો બોલી જાતીય અપમાનિત કરી વિડિયો વાયરલ કરેલ આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી તેનું સ્થાનિક જગ્યાએ લઈ જઈ તપાસ કરનાર અધિકારી શ્રી સાગર સાબડા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી તથા બી ડિવિઝન પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરી આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરેલ છે