પોકસો વીથ એટ્રોસીટીના કેસમાં નામદાર કોર્ટ દ્વારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદ તથા રૂા. 33,૦૦૦/-ના દંડની સજા ફટકારવામાં આવી

આરોપી :-
કરશન ખમીશા કોલી ઉવ.રર રહે. મોથાળા તા.અબડાસા.
- પોક્સો કોર્ટના વિશેષ જજશ્રી જે.એ.ઠક્કર મહિલા સુરક્ષાના મામલે પોકસો કેસમાં કડક સજા.
- ભોગ બનનારને રૂપિયા ૪,૦૦,૦૦૦/- નું વળતર ચૂકવવાનો હુકમ.
- ભોગબનનારનો જીવન તથા શિક્ષણ સારી રીતે પુનઃ સ્થાપીત થાય તેની કાળજી લઇ યોગ્ય માર્ગદર્શન આપવા હુકમ.
સજા :-
(૧) આઇ.પી.સી.ક. ૩૬૩ મુજબના ગુન્હામાં તકસીરવાન ઠેરવીને ૩ વર્ષની સખત કેદની સજા અને રૂ.૩,૦૦૦/- દંડ કરેલ.
(૨) આઇ.પી.સી.ક. ૩૬૬ મુજબના ગુન્હામાં તકસીરવાન ઠેરવીને પ વર્ષની સખત કેદની સજા અને રૂ.૫,૦૦૦/- દંડ કરેલ.
(૩) આઇ.પી.સી.ક. ૩૭૬(૩) મુજબના ગુન્હામાં તકસીરવાન ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.રપ,૦૦૦/- દંડ કરેલ.
(૪) પોકસો એકટ ની કલમ-૪ તથા એટ્રોસીટી એકટ ક. ૩(૧)(ડબલ્યુ)(૧),૩(૨)(૫) મુજબના ગુન્હામાં તકસીરવાન ઠેરવેલ છે. પરંતુ અલગથી કોઇ સજા કરવામાં આવેલ નથી.
(૫) આરોપીને કરવામાં આવેલ કુલ દંડ રૂ.૩૩,૦૦૦/- જે ભોગબનનારને વળતર ચુકવવાનો હુકમ કરવામાં આવેલ
(૬) આ નામદાર કોર્ટ દ્વારા ભોગ બનનારને રુપિયા ૪,૦૦,૦૦૦/- નુ વળતર ચુકવવા માટે ડી.એલ.એસ.એ ને ભલામણ કરવાનો હુકમ કરેલ