સરકારી માધ્યમિક સંવર્ગ નવનિયુક્ત જિલ્લા ટીમ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી સાથે શુભેચ્છા મુલાકાત

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, કચ્છ — સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સંવર્ગની નવનિયુક્ત ટીમ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શૈક્ષિક મહાસંઘ, કચ્છ જિલ્લા નવનિયુક્ત ટીમે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારને શુભેચ્છા મુલાકાત આપી હતી. મુલાકાત દરમિયાન સંગઠનની વિવિધ ગતિવિધિઓ તેમજ શિક્ષકોને લાગતા પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
આ તકે શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યના મહામંત્રી શ્રી મુરજીભાઈ ગઢવી, જિલ્લા અધ્યક્ષ ડૉ. શૈલેન્દ્રસિંહ જાડેજા (મા.) અને શ્રી અમોલભાઈ ધોળકીયા (ઉ.મા.), મહામંત્રી શ્રી કેવલભાઈ સૈયા (ઉ.મા.), સંગઠનમંત્રી શ્રી આશારિયા ભાઈ ટાપરિયા (મા.), મહિલા મંત્રી શ્રીમતી વિજયાબેન ભદ્રુ (ઉ.મા.) સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ શ્રી ચન્દ્રમૌલીભાઈ આશદેની યાદીમાં જણાવાયું હતું.