સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત ભુજ એસ.ટી. તંત્રનો કડક નિર્ણય : ડેપો પરિસર કે એસ.ટી.બસમાં ધુમ્રપાન કે ગંદકી કરનારસામે થશે દંડાત્મક કાર્યવાહી

રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત એસ.ટી. બસ ડેપોમાં ગંદકી કરનારમુસાફરો સામે હવે નિગમ દ્વારા કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેપો પરિસર તેમજ બસોમાં ગંદકી ફેલાવતામુસાફરો સામે ભુજ વિભાગ એસ.ટી. તંત્ર દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવનાર છે.રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનને સાર્થકબનાવવા હેતુસર ભુજ એસ.ટી. તંત્ર દ્વારા મહત્વપુર્ણ અને કડક પગલું ભર્યું છે. જે અન્વયે બસ સ્ટેશન અને ડેપો પરિસર કેબસની અંદર ગમે તેમ કચરો ફેંકનારાઓ તેમજ પાન મસાલાની પિચકારીઓ મારનાર કે અન્ય રીતે ગંદકી ફેલાવનાર તત્વો સામેતરત જ દંડ વસુલવાની કામગીરી અમલમાં મુકવામાં આવી છે. પ્રશાસન દ્વારા પણ મુસાફરોને સ્પષ્ટ સુચના આપવામાં આવીછે, કે દરેક વ્યક્તિએ પોતાનો કચરો નિયત કરેલી કચરાપેટીમાં જ નાખવો. જો કોઈ મુસાફર અથવા અન્ય વ્યક્તિ ડેપો પરિસર કેબસની અંદર ગંદકી કરતા જણાશે તો તેઓની સામે કડક દંડાત્મક કરવામાં આવનાર છે. સદર કામગીરી દંડ વસુલ કરવાનો નહિપરંતુ લોકોમાં જાગૃતિ લાવવા હેતુ છે. આ ઝુંબેશ ડેપો/બસ સ્ટેશન ખાતે સતત ચાલુ રહેનાર છે.તેમજ મુસાફરોને અપીલ છે. તેવુંવિભાગીય નિયામક એસ.ટી ભુજની અખબાર યાદીમાં જણાવાયું છે.