લુંટની કોશિશના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ગણતરીના દિવસોમા પકડી પાડતી LCB તથા SOG ટીમ

ગઈ તારીખ ૦૯/૦૨/૨૦૨૬ના રોજ મુંદરા શહેર મધ્યે આવેલ જવેલર્સની દુકાનમા લુંટની કોશિશનો બનાવ બનેલ જે બાબતે મુંદરા પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૫૦૩૨૨૬૦૧૮૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ- ૩૦૯(૬),૩૧૨,૩૩૩ વિ. મુજબનો ગુન્હો દાખલ થયેલ.

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સદર ગુંના કામેના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ.

જે સુચના અને માર્ગદર્શન મુજબ આ ગુના કામેના આરોપીઓને પકડી પાડવા સારૂ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબ તથા પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી હ્યુમનશોર્ષ તેમજ ટેકનીકલ શોર્ષથી પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ટેકનીકલ સોર્સથી માહીતી મળેલ કે, ઉપરોક્ત ગુનાના મુખ્ય આરોપી (૧) સતીષ સોરણસિંગ શિકરવાલ રહે.-ગામ.-ગલથા તા.જી.મુરેના (મધ્યપ્રદેશ) તથા (૨) રાજેશ ઉર્ફે પટેલ મોટુ નરેશભાઇ પટેલ (ગુર્જર) રહે.-ઇબ્રાહીમપુર તે. બારીજ જી. ધોલપુર તથા (૩) યુસુફ ઉર્ફે ટલ્લે શરીફ ખાન રહે.-જાગનેર જી.આગ્રા (ઉતરપ્રદેશ) વાળાઓ રાજસ્થાન તથા ઉતરપ્રદેશ રાજ્યમાં હોવાની હકીકત મળેલ. જે આધારે અત્રેથી એસ.ઓ.જી બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી.પરમાર સાહેબ તથા પોલીસ હેડ કોન્સ. રઘુવીરસિંહ જાડેજા તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી મહિપાલસિંહ શીણોલ સાહેબ તથા પોલીસ હેડ કોન્સ. સુનીલભાઇ પરમાર, રણજીતસિંહ જાડેજા તથા લાખાભાઇ રબારી વાળાઓને તપાસમાં રવાના કરવામા આવેલ.

જે અંતર્ગત ટીમ દ્વારા ૧૪ દિવસ સુધી સુરત તથા ઉતરપ્રદેશના

આગ્રા, અલીગઢ,મથુરા,વૃંદાવન,ફતેહાબાદ તથા રાજસ્થાનના ધોલપુર,ભરતપુર, બાડી-બસેડી તથા મધ્યપ્રદેશના મુરેના—ભિંડ, ચંબલ વિસ્તારમાં મળતી માહીતી મુજબ તપાસમાં રહ્યા. દરમ્યાન રાજસ્થાનના ધોલપુર જીલ્લાના બાડી શહેરમાંથી સતીષ સોરણસિંગ શિકરવાલ તથા ઉતરપ્રદેશ રાજ્યના આગ્રા શહેરના ફતેહાબાદ વિસ્તારમાંથી રાજેશ ઉર્ફે પટેલ મોટુ નરેશભાઇ પટેલ (ગુર્જર) તથા યુસુફ ઉર્ફે ટલ્લે શરીફ ખાન રહે.-જગનેર જી.આગ્રા નાઓને ૧૪ દિવસ અલગ-અલગ વેશ ધારણ કરી જેમાં રીક્ષાચાલક તરીકે, શાકભાજી વેચનાર તરીકે તથા ગુર્જર સમાજની વેશભુષા ધારણ કરી સ્થાનીક પોલીસમાં ધોલપુર SP શ્રી સાંગવાન સાહેબ શ્રી ની મદદ મેળવી ઉપરોક્ત ત્રણેય આરોપીઓને પકડી તેઓની પાસેથી ગુના કામે ઉપયોગમાં લીધેલ ૨ દેશી કટ્ટા તથા ૨ રાઉન્ડ મળી આવેલ. જે મજકુર ઇસમની પુછપરછ કરતાં ઉપરોકત ગુના કામે સહ આરોપીઓ ભેગા મળી ગુનાહીત કાવતરૂ રચી બનાવને અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ. જેથી આગળની કાર્યવાહી સારૂ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ખાતે સોપવામાં આવેલ છે અને ઉપરોક્ત કામગીરીમાં મુંદરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એસ.એમ.રાણા સાહેબ તથા પોલીસ સ્ટાફના

કર્મચારીઓ મદદમાં રહેલ.

  • કબ્જે કરેલ મુદામાલ
  • બે(ર) દેશી કટ્ટા
  • બે(ર) રાઉન્ડ
  • પકડાયેલ આરોપી
  • સતીષ સોરણસિંગ શિકરવાલ ઉ.વ.૩૪ રહે.-ગામ.-ગલથા તા.જી.મુરેના (મધ્યપ્રદેશ)
  • રાજેશ ઉર્ફે પટેલ (મોટુ) નરેશભાઇ ગુર્જર ઉ.વ.૨૨ રહે.-ઇબ્રાહીમપુર તેહ બારીજ જી.ધોલપુર (રાજસ્થાન)
  • યુસુફ ઉર્ફે ટલ્લે શરીફ ખાન ઉ.વ.૩૬ રહે.-જાગનેર જી.આગ્રા (ઉતરપ્રદેશ)

આરોપીઓનો રોલ

  • સતીષ શિકરવાલ તથા રાજેશ ગુર્જર લુંટના મુખ્ય સુત્રધાર

યુસુફ શરીફ ખાન આરોપીઓને આશરો આપનાર