નખત્રાણાના ગામોની સરકારી જમીન પર ગેરકાયદેસર બિનઅધિકૃત દબાણ દુર કરાયા

તા.૨૭ મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના નખત્રાણા તાલુકાના મોજે.કોટડા જડોદર ના સરકારી પડતર જમીન સ.નં.૬૪૧ પૈકી વાળી જમીનમાં થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત કોર્મશીયલ દુકાનો બનાવેલ (૧) સમેજા જનરલ સ્ટોર, કોટડા જડોદર (૨) તાજ જનરલ સ્ટોર, કોટડા જડોદર (૩) સ્ટાર ગેસ વેલ્ડીંગ, કોટડા જડોદર તથા (૪) પરબતભાઈ જેપાર રહે.કોટડા જડોદર જેઓએ અંદાજીત કુલ ક્ષેત્રફળ ૧૫૦૦.૦૦ ચો.મી. જેટલી જમીન પર થયેલ બિનઅધિકૃત દબાણ કરવામાં આવેલ જે અન્વયે શ્રી આર.ડી.પટેલ મામલતદાર-નખત્રાણા તથા શ્રી ચેતન બોરડ, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી મા.અને મ. પેટા વિભાગ (રાજય) નખત્રાણા દ્વારા જ.મ.કા.ક.૨૦૨ તળે દબાણકારોને નોટીસ આપવામાં આવેલ અને આજ રોજ દબાણ દુર કરવામા આવેલ.
શ્રી જે.ડી.સરવૈયા, પોલીસ ઇન્સ્પેકટરશ્રી, નખત્રાણા પોલીસ સ્ટેશનના તા.૧૫/૦૧/૨૦૨૬ ના રીપોર્ટની વિગતે નખત્રાણા પોલીસ સ્ટેશન એ ગુ.ર.નં. (૧) ૧૦૨/૨૦૧૬ (૨) ૨૩૪/૨૦૧૯ પ્રોહી કલમ-૬૫(એફ) (૩) ૧૩/૨૦૨૪ પ્રોહી કલમ-૬૩ (એએ) (૦૪) ૧૧૯૩/૨૦૨૪ પ્રોહી કલમ-૬૩(એએ) (૫) ૧૧૪૬/૨૦૨૩ પ્રોહી કલમ-૬૩ (એએ) (s) ૧૪૪/૨૦૨૫ પ્રોહી કલમ-૬૩ (એએ) મુજબના ગુન્હાઓના આરોપી બાબુ મનજી કોલી રહે.ગણેશનગર તા.નખત્રાણા વાળાએ ઘ્વારા મોજે.નખત્રાણા મોટા તા.નખત્રાણાના સરકારી સ.નં.૪૫૦/પૈકી ૧૪૩ પૈકીની જમીન પર ૭૬૪.૦૦ ચો.મી. પર વાડો અને ઓરડી બનાવી સરકારી જમીન પર દબાણ કરેલ. જે અન્વયે શ્રી આર.ડી.પટેલ, મામલતદાર નખત્રાણા દવારા દબાણકારને જ.મ.કા.ક-૨૦૨ હેઠળ દબાણ હટાવવા નોટીસ આપવામાં આવેલ.
તેમજ શ્રી જે.ડી.સરવૈયા, પોલીસ ઇન્સપેકટરશ્રી નખત્રાણાના તા.૨૫/૦૧/૨૦૨૬ વાળા રીપોર્ટથી બ્રિજરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા વિરૂધ્ધ નખત્રાણા પો.સ્ટેશન ખાતે (૧) બી.પાર્ટ ગુ.ર.નં.૨૭/૨૦૨૨ જુગાર ધારા કલમ-૧૨ (૨) બી.પાર્ટ ગુ.ર.નં.૨૮૭/૨૦૨૪ જુગાર ધારા (૩) બી.પાર્ટ ગુ.ર.નં.૬૨૬/૨૦૨૪ જુગાર ધારા કલમ-૧૨ તથા (૪) બી.પાર્ટ ગુ.ર.નં.૧૦૫૪/૨૦૨૪ જુગાર ધારા કલમ-૧૨ ગુન્હાઓ નોંધાયેલ છે. સદરહુ ઈસમ દ્વારા મોજે.મંજલ તા.નખત્રાણાના સરકારી જમીન સ.નં.૪૫૫ પૈકી પર આશરે ૫૫૦.૦૦ ચો.મી. જમીન હોટલ બનાવી અને દબાણ કરવામાં આવેલ. જેઆ ઉકત તમામ ગેરકાયદેસર બિનઅધિકૃતનું દબાણ તા.૨૭/૦૨/૨૦૨૬ ના રોજ શ્રી આનંદ પટેલ, જિલ્લા કલેકટર સાહેબશ્રી કચ્છ તથા શ્રી ઉત્કર્ષ ઉજજવલ (I.A.S.), પ્રાંત અધિકારીશ્રી, નખત્રાણા ના માર્ગદર્શન હેઠળ મામલતદારશ્રી નખત્રાણાની સુચના મુજબ એન.વી.જોષી સર્કલ ઓફીસર-નખત્રાણા, એચ.આઈ.ચૌહાણ, સર્કલ ઓફીસર-વિથોણ, એચ.આર.આમના,નાયબ મામલતદાર, શ્રી એમ.વી.શામળા, પોલીસ સબ ઇન્સ્પેકટર તથા તેમની પોલીસ સ્ટાફ હાજરીમાં દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી. જે કાર્યવાહી હેઠળ આરોપી/અસામાજીક તત્વો તથા અન્ય વ્યકિતઓ કરવામાં આવેલ કોર્મશીયલ દબાણો દુર કરવામાં આવેલ છે. સરકારી જમીન પર થયેલ કુલ-૨૮૧૪.૦૦ ચો.મી. દબાણ આજરોજ દુર કરવામાં આવેલ છે. જેની જંત્રી મુજબની અંદાજીત કીંમત રૂા. ૧૧,૮૦,૪૪૮/- અંકે રૂપીયા અગીયાર લાખ એંશી હજાર ચાર સો અડતાલી પુરા ની સરકારી જમીન પર દબાણ મુકત કરી ખાલી કરાવવામાં આવી.