લખપતના દયાપરમાંથી અંગ્રેજી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ : એક ફરાર
copy image

લખપત ખાતે આવેલ દયાપરમાંથી અંગ્રેજી દારૂના જથ્થા સાથે આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક શખ્સ નાસી છૂટ્યો હતો. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, દયાપરમાં આવેલી ભાગ્યશ્રી હોટેલના પાછળના ભાગે જાહેરમાં બાવળોની ઝાડીઓમાં કોઈ ઈશમ દારૂના જથ્થા સાથે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે આ સ્થળે રેડ પાડી અહીથી દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સને રંગે હાથ ઝડપે પાડ્યો હતો. જ્યારે આ કાર્યવાહી દરમ્યાન અન્ય એક આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ આદરી છે.